આપણા દેશમાં એવા ઘણા સ્થાન છે જ્યાં દેશ જ નહિ પરંતુ વિદેશો માંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. આ સ્થાનો પર એવા ઘણા બધા ચમત્કારો પણ થાય છે જે જોવા દુર દુર થી લોકો આવે છે. હસ્તિનાપુર ભારતનું મુખ્ય સ્થાન છે. અને આ સ્થાન સાથે મહાભારતની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. જે વર્તમાનમાં પણ એ વાતના પુરાવા આપે છે. આ સ્થાન દિલ્લી થી ૧૧૦ કિલો મીટર દુર આવેલું છે. અને તે ધાર્મિક સ્થાનો માંથી એક છે.
હસ્તિનાપુર જૈન, હિંદુ અને સીખ ધર્મ નું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અને આ પવિત્ર નગરી સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. અહીના મંદિરોની ઘણી બધી માન્યતાઓ છે. આ સ્થાન પર ભોળાનાથનું એક આવું મંદિર પણ છે. જ્યાં ભક્તોની બધીજ મનોકામના પૂર્ણ થાય છે. ભોળાનાથના આશીર્વાદથી કોઈ પણ ભક્ત અહીંથી ખાલી હાથ પરત નથી આવતા.
અમે જે મંદિર વિશે અહી વાત કરી રહ્યા છીએ એ હસ્તિનાપુરનું સૌથી મુખ્ય અને પ્રાચીન મંદિર છે. આ મંદિરને પાંડેશ્વર મહાદેવ મંદિર ના નામથી ઓળખવામાં આવે છે. અહી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ મંદિરની અંદર વિશાળ વટવૃક્ષ છે. આ વૃક્ષની નીચે દરેક શ્રદ્ધાળુઓ દીપક પ્રગટાવી પૂજા અર્ચના કરે છે. અને આ સ્થાન પર એક પ્રાચીન જળનો કુવો પણ છે. આ કુવાનું પાણી શ્રદ્ધાળુ પુતાની સાથે લઇ જાય છે એવું માનવામાં આવે છે કે જો આ કુવાનું પાણી પોતાના ઘરમાં છાત્વમાં આવે તો તેનાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.
આ મંદિર વિશે એ જાણકારી મળી છે કે મહાભારત ના સમય માં આ મંદિર ના જીર્નોદ્વાર બહ્સુમાં કિલા પરીક્ષિત ગઢ ના રાજા નૈન સિંહે ૧૭૯૮ માં કરાવ્યા હતા. આ મંદિરમાં પાંચ પાંડવોની મૂર્તિ પણ સ્થિત છે. જે મહાભારતના સમય થી જ છે. અને અહી જે શિવલિંગ છે એ પણ પ્રાકૃતિક છે. આ શિવલિંગ પર જળ અભિષેક ચાલુ રહે છે તેથી તે અડધી થઇ ગઈ છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્તો આ મંદિરમાં કોઈ પ્રાર્થના લઈને આવે તો ભોલાનાથ ના આશીર્વાદથી તેની બધીજ મનોકામના પૂર્ણ થાય છે.