૧૭ મે ના દિવસે મનાવવામાં આવશે પ્રદોષ વ્રત, જાણો પૂજા વિધિ અને વ્રત નું મહત્વ

એમ તો હિંદુ ધર્મ માં ઘણા બધા વ્રત અને તહેવાર હોય છે, પરંતુ પ્રદોષ વ્રત નું ખુબ વધારે મહત્વ માનવામાં આવે છે. તેમજ આ દિવસે ભગવાન શિવ ની ઉપાસના કરવામાં આવે છે, તેથી તમને જણાવી દઈએ કે આ વ્રત હિંદુ ચંદ્રમાસ ના ૧૩ માં દિવસે આવે છે, એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવા વાળા મનુષ્ય ને બે ગાયો નું દાન કરવા બરાબર ફળ ની પ્રાપ્તિ થાય છે. તેમજ પ્રદોષ વ્રત અને પૂજા પાઠ થી વ્યક્તિ ના બધા પાપો નો નાશ થઇ જાય છે, તેમજ આ દિવસે દેવો ના દેવ મહાદેવ ની સાથે માતા પાર્વતી ની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ દિવસે પૂજા પાઠ અને દાન નું ખુબ જ મહત્વ હોય છે અમુક લોકો આ વ્રત ને એમના શત્રુ થી વિજય પ્રાપ્તિ માટે પણ કરે છે. તેથી ઘણા લોકો ના દુખ દુર થાય છે અને કર્જ થી પણ મુક્તિ મળી જાય છે. ભગવાન ભોલેનાથ અને દેવી માં પાર્વતી લોકો ની દરેક ઈચ્છા ને પૂર્ણ કરે છે. તેમજ પ્રદોષ વ્રત ને કરવા માટે વ્યક્તિ ને સવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરવી જરૂરી છે. આ વ્રત ની પૂજા વિધિ કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ કપડા પહેરીને જ કરવાની હોય છે.

એના પછી  ભગવાન શિવ ને બીલી પત્ર, ચોખા, ફૂલ, ધૂપ, દીપક, ફળ, પાંદ સોપારી વગેરે અર્પિત કરવામાં આવે છે, તેમજ એના પછી ભગવાન ભોલેનાથ ની સાથે સાથે માતા પાર્વતી ની પણ પૂજા કરવામાં આવે છે. આ વખતે પ્રદોષ નું વ્રત શુક્રવાર ના દિવસે પડી રહ્યું છે. આ દિવસે ને ખુબ જ શુભ અને ખાસ કહેવામાં આવે છે. શુક્રવાર ના દિવસે થવા વાળા પ્રદોષ વ્રત સૌભાગ્ય અને દાંપત્ય જીવન ની સુખ શાંતિ માટે કરવામાં આવે છે. અને આ વ્રત કરવાથી જીવન માં ખુબ જ સફળતા અને સુખ સમૃદ્ધી મળે છે. અને ઘરમાં પણ શાંતિ જળવાઈ રહે છે. સાથે જ નોકરી-વેપાર માં પણ ખુબ જ ફાયદો થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer