કાશીયાત્રા કર્યા પછી અહીં આવીને ઉત્તર પૂજા સંપન્ન ન કરાવવા પર કાશી યાત્રાનુ પુણ્ય મળતું નથી.

વર્ષો પહેલા સ્વયં ભગવાન શિવે એક સિધ્ધ પુરુષના સપનામાં આવીને કહ્યુ કે એક જ રાતમાં જ્યા મારા 108 મંદિર નિર્મિત કરવામાં આવશે ત્યાં હુ કાયમ માટે નિવાસ કરીશ. ત્યારબાદ સૂર્યકન્યા તાપ્તિ પુલંદા અને ગોગાઈ નદીના સંગમ પર અહી સુંદર સ્થાન મંદિર નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યુ. શિવ ભક્તોએ એક જ રાત્રે એટલે કે છ મહિનામાં આ સ્થળ પર 107 મંદિરનું નિર્માણ કર્યુ અને જ્યારે 108 મંદિરનુ નિર્માણ ચાલુ હતુ ત્યારે જ સવાર થઈ ગઈ. આ સ્થળ પર પ્રકાશ પડવાને કારણે આ પ્રકાશા નામથી પ્રખ્યાત થઈ ગયુ. ત્યારબાદ તીર્થક્ષેત્ર કાશીમાં ભગવાન શિવજીના 108 મંદિર નિર્માણ કરવામાં આવ્યા અને અહીં સ્વયં ભગવાન કાશી વિશ્વેશ્વર રૂપમાં બિરાજમાન થયા.

મધ્યપ્રદેશ અને ગુજરાત રાજયની સીમામા નંદુરબાર જિલ્લામાં આ મંદિર આવેલુ છે. તાપ્તી, પુલંદા અને મોમાઈ નદીના આ સંગમ પર શિવના 108 મંદિર હોવાને કારણે પ્રતિ કાશી તરીકે ઓળખાય છે. પ્રત્યેક હિન્દુની ઈચ્છા હોય છે કે પોતાના જીવન દરમિયાન તે એકવાર કાશી જરૂર જાય. જો જીવતે જીવત એ ઈચ્છા પૂરી ન થઈ તો મર્યા પછી ઓછામાં ઓછી તેની અસ્થિઓનુ તો વિસર્જન કાશી જઈને ત્યાં ગંગા જેવી પવિત્ર નદીમાં થાય. આ તીર્થસ્થળ એવુ છે જ્યાં જવાથી કાશી યાત્રા કર્યા સમાન પુણ્ય મળે છે. જે મંદિર ની અહી વાત કરી રહ્યા છીએ એ મંદિર છે ‘પ્રતિકાશી મંદિર’ જેના દર્શન માત્રથી સો વાર કાશી જવાનુ પુણ્ય મળે છે. 

એક જ મંદિરના ચોકમાં કાશી વિશ્વેશ્વર અને કેદારેશ્વરનું મંદિર છે. અહીં આવેલ પુષ્પ દંતેશ્વરના મંદિરનુ પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે આ મંદિર તીર્થ ક્ષેત્ર કાશીમાં પણ સ્થાપિત નથી કરવામાં આવ્યુ. કહેવાય છે કે કાશી યાત્રા કર્યા પછી અહીં આવીને ઉત્તર પૂજા સંપન્ન ન કરાવવા પર કાશી યાત્રાનુ પુણ્ય ગણાતું નથી.

મંદિરના ગર્ભગૃહમાં કાળાપથ્થરોથી કંડારાયેલા ભવ્ય શિવલિંગ અને નદી છે. કેદારેશ્વર મંદિરની સામે પાષાણથી જ નિર્મિત ભવ્ય દીપસ્તંભ છે. આ સ્થળ પર અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન માટે તીર્થક્ષેત્ર કાશીના સમાન જ ઘાટ છે. તેથી દેશભર માંથી ઘણા લોકો અહીં પોતાના પરિવારજનોની અસ્થિયો વિસર્જિત કરવા આવે છે. શ્રધ્ધાળૂને વિશ્વાસ છે એક વાર પ્રકાશ યાત્રા કરવી સો વાર કાશી યાત્રા કરવા સમાન છે. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer