પ્રયાગરાજ કુંભ મેળાનો શુભ આરંભ, જુના અખાડાની શાહી રજૂઆતથી થઇ શરૂઆત

જુના અખાડાની શાહી રજૂઆત સાથે કુંભ મેળાની ઔપચારિક શરૂઆત થઇ ચુકી છે. ૨૫ ડિસેમ્બરે સન્યાસીઓ અને નાગા સંતોના સૌથી મોટા અખાડા શ્રી પંચ દશનામ જુના અખાડા અને શ્રી પાંચ અગ્નિ અખાડાની રજૂઆત થઇ ગઈ છે.

આચાર્ય મહા મંડલેશ્વર અવધેશાનંદ અને ગીરીની અગુવાઈમાં નાગા સંતોની સાથે પચાસથી વધુ મહા મંડલેશ્વરે કુંભમાં પ્રવેશ કર્યો.ભગવાન દત્તાત્રેયણી સોનાના ના હોદ્દા માં રાખેલી પ્રતિમાને ચાંદીના સિહાસન પર રાખી રજૂઆત કરી શુભ આરંભ થયો. આ અદભૂત દ્રશ્ય જોવા દરેક લોકો સંગમ બાજુ આકર્ષાતા હતા. દેવતાઓ પછી નિશાન અને ડંકા વગાડતા નાગા સંતો ઘોડા પર સવાર થઇ આગળ વધી રહ્યા હતા. શરૂઆતમાં સૌથી પહેલા ગુરુ મહારાજ અખાડાના આચાર્ય સંત અને પછી દેવતાઓના સિહાસન ખભા પર રાખીને ગુરુ મહારાજની જયકાર કરતા કરતા નાગા સંગમ આગળ વધ્યો.

રજુઆતમાં અસ્ત્ર-શસ્ત્રના પ્રદર્શન સાથે સંતો, મહંતો, ઉટ, ઘોડા, હાથીઓ, વગેરે પર સવાર થઈને સંગમના બંધ સુધી પહોચ્યા. તે દરમિયાન નાદા સંતો પોતાના યુદ્ધ કૌશલ્યના પરાક્રમ સાથે પોતાના અલગ અલગ કરતબથી લોકોને આકર્ષિત કરતા રહ્યા.

અખાડાની પેશવાઈ સાથે સંતોનું મહાપર્વ કુંભ આજથી ભવ્યતાનો આકાર લેવા જઈ રહ્યું છે. નગરના લોકો મેળામાં આવીને નાગા સંતોની ચરણરજ લેવા માટે લાઈનમાં ઉભા હતા. જે રસ્તા પરથી આ સવારી નીકળી હતી, શહેરના લોકો ત્યાં ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા હતા ધર્મની જય જય કાર ગુંજી રહી હતી. મહા મંડલેશ્વર આચાર્ય અવધેશાનંદ ગીરી મહારાજ હઝારોની ભીડમાં આશીર્વાદ આપી રહ્યા હતા અને સંગમ બાજુ તેનો રથ જઈ રહ્યો હતો. મહા મંડલેશ્વર આચાર્ય અવધેશાનંદ ગીરી મહારાજ લોકોના અભિનંદન સ્વીકારી રહ્યા હતા.

જુના અખાડાના પ્રમુખ સ્થાન મૌજ ગીરી આશ્રમથી બહાર પેશવાઈનો શુભ આરંભ થયો. ખુબ જ મોટી સંખ્યામાં નાગા સંતો પોતાના કરતબ દેખાડી રહ્યા હતા. અને હવે એક મહિના સુધી નાગા સંતોના ડેરા સંગમની રેતી પર રહેશે અને ત્યાં જ નાગા સંતોની ધૂન રહેશે. નાગા સંતોના દુર્લભ દર્શન એક મહિનો અહી જોવા મળશે.

આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરી પીઠાધીશ્વર શ્રી પંચ દશનામ જુના અખાડા, મહંત હરી ગીરી સંરક્ષણ જુના અખાડા, જગતગુરુ સ્વામી પંચાનંદ ગીરી પદાધિકારી જુના અખાડા, મહામંડલેશ્વર કૈલાશાનંદ બ્રહ્મચારી શ્રી પંચ અગ્નિ અખાડા, કાશી સુમેરુ પીઠ શંકરાચાર્ય સહીત કૈલાશાનંદ પણ તેમાં શામિલ થયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer