હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરતા સમયે ભગવાનને નારિયેળ વધેરવુ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે નારિયેળ ચઢાવવાથી દરેક મનોકામના પુરી થઇ જાય છે. એવામાં આજના સમયમાં પૂજામાં નારિયેળ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે કેટલીક વખત એવું થાય છે કે પૂજા સમયે ચઢાવવામાં આવેલું નારિયેળ ખરાબ નીકળી જાય છે. તો એવામાં લોકો તેને ફેંકી દે છે અને તેને ખરાબ સંકેત માનવામાં આવે છે. તો કેટલાક લોકોને ડર લાગે છે તેમની સાથે કંઇ અશુભ ન થઇ જાય. ભગવાન નારાજ થઇ ગયા કે કોઇ ઘટના થવાની છે.
જો આ દરેક વાતને તમે પણ માનો છો તો અમે તમારી જાણકારી માટે જણાવી દઇએ કે તમે ખોટું વિચારો છો. નારિયેળ ખરાબ નીકળવા પાછળ એક ખાસ કારણ હોય છે આજે અમે તમને એ કારણ જણાવીશું. નારિયેળને ધનની દેવી મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેમની પૂજામાં નારિયેળનું હોવું ખૂબ જરૂરી હોય છે. કહેવાય છે કે પૂજામાં ચઢાવવામાં આવેલું નારિયેળ જો ખરાબ નીકળી જાય તો તેનો મતલબ એવો નથી કે કંઇક અશુભ થવાનું છે. પરંતુ નારિયેળ ખરાબ નીકળવુ શુભ હોય છે.
ખરાબ નારિયેળને શુભ માનવા પાછળ એક ખાસ કારણ હોય છે. એવી માન્યતા છે કે નારિયેળ વધેરતા સમયે ખરાબ નીકળી જાય તો તેનો મતબલ છે કે ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આજ કારણથી તે અંદરથી પૂર્ણ રીતે સૂકાઇ ગયું છે. તેમજ મનોકામના પૂર્ણ થવાનો પણ સંકેત છે અને તે સમયે તમે ભગવાનની સામે જે ઇચ્છા રાખો છો તે દરેક પુરી કરે છે. કહેવામાં આવે છે કે જો નારિયેળ ચોખ્ખુ નીકળે તો તેને બધાની વચ્ચે વેંચવુ જોઇએ. કારણકે આવું કરવું પણ શુભ માનવામાં આવે છે.