પૂજા કરતા પહેલા શા માટે કરવામાં આવે છે સંકલ્પ?

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં પહેલા સંકલ્પ કરવામાં આવે છે. પૂજા વિધિનું તે અનિવાર્ય અંગ છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જો સાચા વિધિ-વિધાનથી પૂજન કરવામાં આવે તો તેનું ફળ ઝડપથી મળે છે. એટલા માટે વિશેષ પૂજા કરવા માટે બ્રાહ્મણની મદદ લેવામાં આવે છે. આપણે દરરોજ પૂજામાં અમુક વાતોને ધ્યાનમાં રાખીએ તો તેનું હકારાત્મક ફળ મળે છે. સંકલ્પ સાથે જોડાયેલી વાતને જાણો

1. સંકલ્પ વગર પૂજાનું પૂરું ફળ મળતું નથી :કોઈપણ પૂજા પહેલા સંકલ્પ જરૂર કરવો જોઈએ. પૂજા પહેલા સંકલ્પ લેવામાં આવતો નથી તો તેનું પૂરું ફળ મળતું નથી. માનવામાં આવે છે કે સંકલ્પ વગરની પૂજાનું બધું ફળ દેવરાજ ઈન્દ્રને મળે છે. એટલા માટે રોજ કરવામાં આવતી પૂજામાં પણ સંકલ્પ કરવો જોઈએ.

2. સંકલ્પ લેવાનો અર્થ : શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ઈષ્ટદેવ અને સ્વયંને સાક્ષી માનીને સંકલ્પ લેવામાં આવે છે કે આપણે આ પૂજા વિભિન્ન મનોકામનાને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છીએ અને આ પૂજાને પૂર્ણ પણ ચોક્કસ કરીશું.

3. સંકલ્પ કરતી વેળાએ શ્રી ગણેશનું ધ્યાન કરવું :સંકલ્પ લેતી વેળાએ હાથમાં જળ લેવામાં આવે છે. કારણે કે આ સૃષ્ટિ પંચમહાભૂતો (અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ)માં ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એટલા માટે ગણપતિ સામે સંકલ્પ લેવામાં આવે છે. ગણપતિની કૃપાથી પૂજા કોઈપણ અવરોધ વગર પૂરી થાય છે. એકવાર પૂજાનો સંકલ્પ કર્યા પછી તેને પૂરી કરવી જરૂરી છે. આ પરંપરાથી આપણી સંકલ્પ શક્તિ મજબૂત થાય છે. તેનાથી વ્યક્તિને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer