શું તમે જાણો છો પૂજા કરવા માટે કયો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે?

આમ તો ભગવાનની પૂજા કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ પૂજા કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો સવાર-સવારમાં પૂજા કરવી શા માટે શુભ માનવામાં આવે છે.

સવારે પૂજા કરવાનું મહત્વ-

ધાર્મિક મહત્વ- બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે. આ સમયે પૂજા કરવાથી પૂજા ઝડપથી સફળ થાય છે. સવારે સૂર્યોદયના સમયે બધી દૈવીય શક્તિઓ જાગૃત થઈ જાય છે. જે પ્રકારે સૂર્યની પહેલી કિરણ આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. બપોરે 12 થી 4નો સમય પિતૃઓની પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ સમયમાં ભગવાનની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી.

વૈજ્ઞાનિક મહત્વ- ભગવાનની પૂજા કરતી વખતે આપણું મન શાંત હોવું જોઈએ. શાંત મનથી પૂજામાં સારું ધ્યાન લાગેલું રહે છે. એકાગ્રતા વગર કરવામાં આવેલી પૂજા સફળ નથી થઈ શકતી. સવારનો સમય પૂજા માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે જાગ્યા પછી આપણું મન શાંત અને સ્થિર રહે છે. મગજમાં કોઈ જાતની વાતો કે નકામા વિચારો ચાલતા નથી હોતા. ભગવાનની ભક્તિ માટે જરૂરી છે કે મન એકાગ્ર રહે જેથી ભગવાનમાં પૂરું ધ્યાન લગાવી શકાય. દિવસના સમયે આપણા મગજમાં અનેક પ્રકારના વિચારો અને કામ ચાલતાં રહે છે, મન એક જગ્યાએ સ્થિર નથી હોતું, સવારમાં આવી બાબતો આપણા મગજમાં નથી હોતી, એટલા માટે સવારના સમયે પૂજા કરવાનું વધુ શુભ માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક- સવારે કરવામાં આવેલી પૂજાની અસરથી મનને એટલુ બળ મળે છે કે આપણે દિવસભર બધા તણાવ સરળતાથી સહન કરી શકીએ છીએ. સવારે વહેલાં જાગવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. ત્વચાની ચમક વધે છે, પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચાવ થાય છે. સવારે પૂજા કરતી વખતે કરવામાં આવેલા ધ્યાનથી મગજ તેજ ચાલે છે, આપણે એકસાથે અનેક યોજનાઓ પર કામ કરી શકીએ છીએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer