પુરાણોમાં જણાવ્યા પ્રમાણે એક જ જગ્યાએ ગણેશજીની બે મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ

આ વર્ષે ગણેશ ચતુર્થી 2જી સપ્ટેમ્બરથી શરૂ થઈ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘણીવાર અજાણતા જ ખોટી જગ્યાએ કે વાસ્તુ પ્રમાણે ખોટી દિશામાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવે છે. તેના લીધે પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ગણેશજીની એવી જ મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ જે શાસ્ત્રો પ્રમાણે હોય. અર્થાત્ પુરાણો અને ગ્રંથોમાં જેવું ગણેશજીનું સ્વરૂપ બતાવ્યું હોય તે પ્રમાણે જ ગણેશજી હોવી જોઈએ. ગણેશજીની મૂર્તિ જનોઈ, સૂંઢ, વાહન, અસ્ત્ર-વસ્ત્ર, હાથની સંખ્યા અને આકાર જેવી કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખીને મૂર્તિ ખરીદવી જોઈએ.

મૂર્તિ સ્થાપનમાં આ બાબતોનું ધ્યાન રાખો :

  • ઘર કે ઓફિસમાં એક જ જગ્યાએ ગણેશજીની બે મૂર્તિ એકસાથે ન રાખવી. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે એમ કરવાથી ઊર્જા એક-બીજા સાથે ટકરાય છે. જે અશુભ ફળનું કારણ બને છે.
  • ગણેશજીની સ્થાપના કરતી વખતે ધ્યાન રાખો કે મૂર્તિનું મુખ દરવાજા તરફ ન હોવું જોઈએ, કારણ કે ગણેશજીના મુખ તરફ સમૃદ્ધિ, સિદ્ધિ, સુખ અને સૌભાગ્ય હોય છે.
  • ગણેશજી સ્થાપિત કરવા માટે બ્રહ્મ સ્થાન, પૂર્વ દિશા અને ઉત્તર પૂર્વ ખૂણો શુભ માનવામાં આવે છે, પરંતુ ભૂલથી મૂર્તિને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ખૂણા અર્થાત્ નૈઋત્ય ખૂણામાં રાખવી ન જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે.

ગ્રંથો પ્રમાણે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએે :

  • જે મૂર્તિમાં ગણેશજીના ખભા પર નાગના રૂપમાં જનોઈ ધારણ કરેલી ન હોય, એવી મૂર્તિને ક્યારેય પણ ઘરમાં ન લાવવી જોઈએ.
  • જે મૂર્તિમાં ગણેશજીનું વાહન ભૂષક ન હોય એવી મૂર્તિની પૂજા કરવાથી દોષ લાગે છે.
  • શાસ્ત્રો પ્રમાણે ગણેશજીને ધુમ્રવર્ણ તરીકે બતાવાયા છે, અર્થાત્ ગણેશજીનો રંગ ધુમાડા જેવો છે. એટલા માટે ગણેશજીની એવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.
  • ગણેશજીને ભાલચંદ્ર પણ કહે છે, એટલા માટે ગણેશજીની એવી મૂર્તિની પૂજા કરવી જોઈએ જેના ભાલ અર્થાત કપાળ પર ચંદ્ર બનેલો હોય.
  • ગણેશજીની એવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ જેમાં તેમના હાથોમાં પાશ અને અંકુશ બંને હોય. શાસ્ત્રોમાં ગણેશજીના આ સ્વરૂપનું જ વર્ણન જોવા મળે છે.
  • ગણેશજીની મૂર્તિ બહારથી તૈયાર બનાવેલી લાવવી જોઈએ કે પોતે જ બનાવવી જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય કેમિકલ્સથી બનેલી મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ. એટલે કે શુદ્ધ માટીથી બનેલી મૂર્તિ ઘરમાં લાવવી કે જાતે બનાવવી જોઈએ. તે સિવાય સફેદ મંદાર(આંકડા)ના મૂળથી બનેલી ગણેશજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ધાતુઓમાં સોના, ચાંદી, તાંબાની મૂર્તિઓની પણ પૂજા કરી શકાય છે.
  • બેઠેલાં ગણેશજીની મૂર્તિ લાવવી શુભ માનવામાં આવે છે. એવી મૂર્તિની પૂજા કરવાથી સ્થાયી ધનલાભ પ્રાપ્ત થાય છે અને કામકાજમાં આવતી અડચણો દૂર થઈ જાય છે.
  • ગણેશજીને વક્રતુંડ કહેવામાં આવે છે. એટલા માટે તેમની સૂંઢ ડાબી તરફ વળેવી હોવી જોઈએ. એવી મૂર્તિની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સંકટોથી છુટકારો મળી જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer