આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કિલ થઈ ગયું છે તો પણ લોકો સાચા સમયે નથી ખાતા કે નથી આહાર નથી લેતા. આ મામલામાં પુરુષ સૌથી આગળ છે. કેમ કે ચાલું કામ માં આરોગ્ય નું ધ્યાન નથી રાખી શકતા. એવામાં એમને શારીરિક થાક સાથે બીજી પણ સમસ્યા થાય છે. આના ચૂંટકાર માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે.
ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય.
લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કે જે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લવિંગના અમુક એવા ફાયદાઓ કે જેના વિશે નહી જાણતા હોવ તમે.
આયુર્વેદીક વિજ્ઞાન મુજબ લોકો નું ખાવાનું શરીર ને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એના થી બીમારી નથી થતી. લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે.
આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે. જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે.
મો માથી આવતી આ દુર્ગંધ ને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યા માંથી કાયમી માટે છુટકારો મળે છે.
સિગરેટ પીવાથી કોઈ વાર ફેફસાં ની નળી જામ થઇ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આ સમસ્યા થી બચવા માટે રોજ ના ત્રણ થી ચાર લવિંગ ખાવા. એનાથી ફેફસાં મજબૂત થાય છે. જે લોકો ને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી લાગે છે. એમને દિવસ માં બે થી ત્રણ લવિંગ ખાવા જોઈએ.
આ શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે. જો તમને વાગ્યું છે અને જલ્દી ઠીક ના થઇ રહ્યુ હોય તો લવિંગ ખાવા જોઈએ આ રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. સાથે ઘાવ ને જલ્દી ભરવાંમાં મદદ કરે છે.