આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીં એટલા મંદિરો અને તીર્થ સ્થાનો આવેલા છે જેનો મહિમા છે અપરંપાર. મંદિર એક એવુ સ્થળ જ્યાં જવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. આમતો કોઈ પણ મંદિરમાં દરેકને પ્રવેશવાનો અધિકાર છે કેમકે ભગવાનના દરબારમાં તો બધાજ એક સરખા હોય છે.
ભારતમાં કેટલાક મંદિરોમાં પ્રવેશ માટે લિંગ ભેદ કરવામાં આવે છે. કેટલાક મંદિરોમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી તો કેટલાક એવા મંદિર છે જ્યાં પુરૂષોને અંદર આવવાની સ્પષ્ટ મનાઈ છે. આજે આપણે આવાજ કેટલાક ખાસ મંદિરની વાત કરીશું જ્યાં પુરૂષોને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો.
૧. સંતોષી માતાનું મંદિર, રાજસ્થાન : સંતોષી માંતાનું વ્રત મહિલાઓ અને કુંવારીકાઓ જ રાખે છે. મહિલાઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે તેમને ખાટી વસ્તુઓ ખાવા દેવાની મનાઈ હોય છે. બેશક પુરૂષો સંતોષી માતાની પૂજા કરી શકે છે પણ શુક્રવારે સંતોષી માતાના આ મંદિરમાં પ્રવેશને વર્જીત માનવામાં આવે છે.
૨. માતા મંદિર, બિહાર : બિહારમાં મુઝઝફરપુર સ્થિત માતા મંદિરનો અનોખો મહિમા રહેલો છે. અહીં પુજારી પણ મહિલાઓ જ છે. આ મંદિરે પુરૂષોને પ્રવેશ આપવામાં આવતો નથી.
૩. સાવિત્રી મંદિર રાજસ્થાન : રાજસ્થાનના પુષ્કરમાં સાવિત્રી દેવીનું મંદિર છે. રત્નાગિરી પર્વતથી થોડે દૂર આવેલ આ મંદિર બ્રહ્માજીની પત્ની સાવિત્રીનું મંદિર છે. બ્રહ્માજીને પોતાની પત્નીએ શ્રાપ આપ્યો હતો કે પુષ્કરમાં બ્રહ્માજીના મંદિરના દર્શન સાવિત્રી મંદિરના દર્શન વિના અધુરાજ રહેશે. સાવિત્રી મંદિરમાં ફક્ત મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. મહિલાઓ અહીં પોતાના સુહાગની સુખ સમૃદ્ધિ માટે પૂજા કરે છે.
૪. સકલડીહા મંદિર, વારાણસી : સકલહીડા મંદિર કાશીનગરી વારાણસીની સીમા પર સ્થિર છે. ધાર્મિક માન્યતા અનુસાર આ મંદિરમાં પુરૂષોને જવાની મનાઈ છે. આ મંદિરમાં પૂજા પાઠ ફક્ત મહિલાઓ જ કરે છે. એવી માન્યતા છે કે કોઈ પુરૂષ અહી જબરદસ્તી પ્રવેશેતો તેને ત્યાં દુર્ભાગ્ય આવે છે. આ જ કારણે ત્યાં જતા ડરે છે પુરૂષો. અને બહારથી જ મસ્તક નમાવી દુરથી જ જતા રહે છે.