પુષ્ટીમાર્ગની સ્થાપના 500 વર્ષ પૂર્વે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભૂજીએ કરી છે. હિન્દી ધર્મના પાંચ આચાર્યમાં શ્રી મહાપ્રભૂજીનો સમાવેશ થાય છે. ભગવાન કૃષ્ણના આદેશથી તેઓએ આ પુષ્ટીમાર્ગની સ્થાપના કરી છે. શ્રી મહાપ્રભુજીનો જન્મ વિક્રમ સંવત 1535માં થયો હતો. તેઓએ 11 વર્ષની ઉંમરમાં વેદો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો હતો. બહારના આક્રમણથી તેઓએ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયની ગુજરાતની સૌથી મોટી હવેલી છે. વૈષ્ણવ સંપ્રદાયની 7 પીઠ પૈકીની એક પીઠ છે. જેનું નિર્માણ 103 વર્ષ પહેલાં થયેલું માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીનો જન્મ વિક્રમ સંવત 1535માં થયો હતો.
મંદિરનાં મુખ્ય આકર્ષણો: રજવાડી ટાઇપની હવેલી, ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતનો બેનમૂન નમૂનો.
આરતી સમય :
મંગળા :
સવારે 6.30થી 7.00
શ્રૃંગાર:
સવારે 9.00 થી 9.30
રાજભોગ:
બપોરે 12.00 વાગ્યે
શયન આરતી:
સાંજે 6.30થી 7.30
દર્શનનો સમય :સવારે 6.30થી સાંજે 7.30 વાગ્યા સુધી. અહી પહોચવા માટે વડોદરા મોટું શહેર હોવાથી બસ અને રેલવેની સારી એવી અવરજવર અહીં રહે છે. અહીંથી અમદાવાદ 110 કિમી, રાજકોટ 288 કિમી અને સુરત 150 કિમી છે.
નજીકનાં મંદિરો :લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર-5 કિમી, કુબેરેશ્વર મહાદેવ મંદિર-5 કિમી., હરિધામ સોખડા-19 કિમી.
આ હવેલી ને વૈષ્ણવ સંપ્રદાયની ગુજરાતની સૌથી મોટી હવેલી કહેવામાં આવે છે. આ હવેલીની મુલાકાત એક વાર જરૂર લેવી.