આ ઘટના સુરતના કામરેજની છે. જેમાં પુત્ર વધારે પડતો મોબાઈલ જોતો હતો જેના કારણે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આથી પુત્ર ગુસ્સે ભરાઈ જતા તેના પિતાને વાઇપર વડે માર માર્યો હતો. તેના પિતા નિવૃત્ત આર્મી મેન છે. તેઓએ તેમના પુત્ર ઉપર ફાયરિંગ કર્યું હતું અને તેમની માતા વચ્ચે આવી ગઈ હતી. પરંતુ કુતરા ના જમણા હાથમાં ગોળી વાગતા પત્નીએ પતિ વિરુદ્ધ પોલિસને ફરિયાદ નોંધાવી છે.
અભ્યાસમાં ધ્યાન આપવા બદલ ઠપકો આપ્યો
ઘટના વિશે વાત કરીએ તો પતિ પત્ની અને પુત્ર સુરતના કામરેજ ના ચંદ્ર દર્શન સોસાયટીમાં રહે છે. તેના પિતાનું નામ ધર્મેન્દ્રભાઈ છે જે નિવૃત્ત આર્મીમેંન છે. હાલમાં તેઓ બોડીગાર્ડ તરીકે કામ કરે છે. સાંજે નોકરી કરીને જ્યારે તેઓ પરત કર્યા હતા ત્યારે નવમા ધોરણમાં ભણતા તેમના પુત્રને કહ્યું કે તું ખૂબ જ મોબાઈલ વાપરે છે અને ભણવામાં ધ્યાન આપતો નથી કહીને તેને ઠપકો આપ્યો હતો.
પત્નીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ત્યારબાદ તેમના પુત્રએ ગુસ્સા માટે ના પિતા ઉપર વાઇપર વડે હુમલો કરી દીધો હતો અને કહ્યું હતું કે તમે રોજ મને હેરાન અને પરેશાન કરો છો.. આથી તેના પિતા ગુસ્સે ભરાયા હતા અને કહ્યું કે આજે હું તમને બંનેને મારી નાખીશ આથી તેઓ હાથમાં રિવોલ્વર લઈને તેમના પુત્ર પ્રિન્સ ને મારવા ગયા પરંતુ વચ્ચે તેમની પત્ની આવી ગઈ અને ગોળી કિચનમાં ગઈ અને એક ગોળી તેમના પુત્રને વાગી..પત્નીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો 307 એક્ટ હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.
માતાની બૂમો પર પાડોશી યુવક દોડી આવ્યો હતો
પ્રિન્સ ને જમણા હાથમાં ગોળી વાગતા જ બાજુમાં રહેતો રાહુલ દોડી આવ્યો હતો અને તેમના પિતાના હાથમાંથી રિવોલ્વ છીનવી લીધી હતી. ત્યારબાદ તે લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને પ્રિન્સ ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા પ્રિન્સની પ્રાથમિક સારવાર કરાઈ હતી. સારું થયા બાદ તેને રજા આપવામાં આવી હતી