એવી પણ રામાયણ છે જેની શરુઆત પવિત્ર કુરનાની પહેલી આયાત બિસ્મિલ્લાહ અર્રઇમાન-અર્રહીમથી થાય છે

રામાયણ હિન્દૂ ધર્મમાં સૌથી પવિત્ર ધાર્મિક ગ્રંથો પૈકી એક છે. આ ગ્રંથની રચના મહર્ષી વાલ્મિકીએ સંસ્કૃતમાં કરી હતી. પરંતુ દુનિયામાં ઓછા લોકોને ખબર હશે કે એવી પણ રામાયણ છે જેની શરુઆત સંસ્કૃતથી નહીં પરંતુ પવિત્ર કુરનાની પહેલી આયાત બિસ્મિલ્લાહ અર્રઇમાન-અર્રહીમથી થાય છે. આ અનોખી રામાયણની એકમાત્ર પ્રતિ રામપુરના રઝા લાઇબ્રેરીમાં છે.આ રામાયણની ખાસ બાબાત એ છે કે આ રામાયણની શરુઆત ऊं या श्री गणेशाय नम:થી નથી થતી પરંતુ પવિત્ર કુરાનની સૌથી પહેલા આયાત ‘બિસ્મિલ્લાહ અર્રઇમાન-અર્રહીમ’થી થાય છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ સો વર્ષ પહેલા મહર્ષી વાલ્મિકી રચિત સંસ્કૃતની રામાયણને સુમેર ચંદ્ર નામના લેખકને ફારસીમાં અનુવાદ કર્યું હતું. ત્યાર બાદ ફારસીમાં લખેલી આ રામાયણના પ્રોફેસર શાહ અબ્દસ્સલમાન અને ડૉ. વકારુલ હસન સિદ્દીકીએ હિન્દીમાં અનુવાદ કર્યું છે.

ફારસીમાં લખાયેલી આ રામાયણમાં વચ્ચે વચ્ચે અનેક ખુબસૂરત ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આ ફોટોને જોઇને એક અલગ અનુભવ થાય છે. રામાયણમાં જ્યાં જ્યાં રાવણની તસવીર લાગેલી છે. તેના માથા ઉપર ગધેડાને દેખાડવામાં આવ્યો છે. માથા ઉપર ગધેડાને દેખાડવાનું કારણ રાવણનું સીતાનું હરણ કરવાનું હતું.

સુમેર ચંદ્રએ રામાયણને ફારસીમાં અનુવાદ વર્ષ 1713માં કર્યું હતું. મુગલ શાસક ફર્રુખસિરના શાસનકાળમાં સંસ્કૃતની રામાયણનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આ રામાયણ મુગલ શૈલીની 258 તસવીરવાળી પહેલી રામાયણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer