મુખ્યમંત્રી વિજય રૂપાણી એકાએક રાજીનામા બાદ સમગ્ર મંત્રીમંડળ રાજીનામું આપ્યું છે. જેને લીધે પાર્ટીમાં મતભેદ ઊભા થયા છે. આ માટે હવે તમામ નેતાઓ મંત્રીમંડળમાં પોતાનું સ્થાન કરવા માટે નવી યુક્તિ અજમાવી રહ્યા છે.
ભાજપ ના મંત્રી મંડળમાં તમામ જૂના ચહેરાઓને ને બદલે નવા ચહેરાઓને સ્થાન આપે તેવી યોજના જણાઈ રહી છે. તો સૌરાષ્ટ્રના જયેશ રાદડિયા નું પત્તું કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આના વિરોધમાં તેઓએ રાજીનામું આપવાની ભાજપ હાઈકમાન્ડને ચીમકી આપી દીધી છે.
અત્રે નોંધનીય છે કે મોટાભાગના નેતાઓ જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તેનું મંત્રીમંડળમાં સ્થાન આનિશ્ચિત છે. તો રાજકીય વગ ધરાવતાં જયેશ રાદડિયાએ પણ જો તેમને મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે તો રાજીનામાની ચીમકી આપી છે.
આ સાંભળીને ભાજપ હાઈકમાન્ડને ડર લાગે છે કે અન્ય મંત્રીઓ પણ રાજીનામાં આપશે. તો હવે તેમને આ બધું ઠારી લીધું છે. અને ભાજપ હાઈ કમાન્ડે જયેશ રાદડિયા ની વાત સાંભળીને તેમને સંતોષ પૂર્વક જવાબ આપ્યો છે.