હરેકૃષ્ણ મંદિર એક એવી જગ્યા છે જેના કણે કણમાં શાંતિ છે. ભક્ત અહીં જોડાવા ન ઈચ્છતો હોય છતા ખબર ન પડતા જોડાઈ જાય છે. રાધા-રમણ મંદિર તરીકે જાણીતું આ મંદિર અધ્યાત્મિક પ્રકાશ આપવા સાથે માનવજાતની સેવા પણ કરે છે. મંદિર દ્વારા ‘અક્ષય પાત્ર’ કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. તે ગુજરાતની 1500 શાળામાં મધ્યાનભોજન પુરુ પાડે છે. દેશનું મોટું રસોડું અહીં આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકો માટે રસોઈ બનાવે છે. અહીં ભક્તો માત્ર આશીર્વાદ લેવા જ નહીં, પણ મનની શાંતિ માટે પણ આવે છે.
હરેકૃષ્ણ મંદિરનું નિર્માણ એપ્રિલ, 2015માં અક્ષય તૃતિયાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. આ પહેલા થલતેજના એક ભાડાના બંગ્લોમાં મંદિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2012માં દાનમાં મળેલી જમીન પર મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી.મંદિરનાં મુખ્ય આકર્ષણો માં ગીતાજયંતી, ગોવર્ધનપૂજા, દશેરા, સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
ભક્તો માટે અહી દર્શનનો સમય: સવારે 4.30 વાગ્યાથી રાત્રે 8.15 વાગ્યા સુધી.
આ મંદિર સુધી કેવી રીતે પહોંચવું: અમદાવાદના ઈસ્કોન મંદિરથી આ મંદિર 13 કિલોમીટર દૂર છે. સાયન્સ સિટી સર્કલથી ભાજડ ગામ પછી આ મંદિર આવે છે. નજીકનું એરપોર્ટઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મંદિરથી 28 કિલો મીટર દૂર, કેબ સર્વિસ ઉપલબ્ધ છે. નજીકનું રેલવે સ્ટેશનઃ કાલુપુર રેલવે સ્ટેશન, મંદિરથી 22 કિલો મીટર દૂર, કેબ સર્વિસ અને ઓટો રિક્ષા સર્વિસ ઉપલબ્ધ છે. નજીકનું બીઆરટીએસ બસ સ્ટોપઃ સોલા બ્રિજ, સોલા, ઓટો રિક્ષા અને કેબ સર્વિસ ઉપલબ્ધ છે.
મંદિર માં રહેવા માટેની અન્ય સુવિધાઓઃ રહેવાની સુવિધા સાથે અહીં ફોર વ્હીલર્સ અને ટૂ-વ્હીલર્સ માટે પાર્કિંગ, ગિફ્ટ શોપ, ‘અન્નકૂટ’નામનો એર ગાર્ડન રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પાર્ક, કન્વેન્શન હોલ, મનમોહક લેન્ડસ્કેપ સાથેની ફંક્શન લોન, બેંક એટીએમ અને વ્હીલ ચેર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
નજીકનાં મંદિરો:
1). ઈસ્કોન મંદિર-અમદાવાદ 13 કિમી.
2). અક્ષરધામ- 31 કિમી.
3). સ્વામિનારાયણ મંદિર-બોપલ 21 કિમી.
4). વૈષ્ણોદેવી મંદિર, અમદાવાદ 21 કિમી