હોળી હિંદુ ધર્મનૂ મુખ્ય તહેવાર પૈકી એક છે. આ પર્વને આખા ભારતમા ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ દિવસે રંગોની છોળો ઉછાળીને લોગો એક-બીજા ને રંગોથી રંગીને આ તહેવાર મનાવે છે. ચારે બાજુ ખુશીનો માહોલ હોય છે. આપને જણાવી દઈએ કે હોલીના ઉત્સવની શરુઆત ભગવાન કૃષ્ણની નગરી મથુરા-વૃંદાવન થી થઈ હતી જ્યા આજેપણ આ ઉત્સવને ખૂબ જ ધામધુમ થી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભારતીયો ની સાથેસાથે વિદેશી લોકો પણ ખુબ જ જોશ સાથે મનાવે છે.
હોળી : હોળી ની તૈયારી કનૈયાની નગરીમા વસંત પંચમીથી જ શરુ થઈ જાય છે. દરેક વર્ષે હોળીની શરુઆત રાધા રાણી ની નગરી બરસાના થી થાય છે. વ્રજભૂમી ના દરેક ગામમા હોળીને અલગ-અલગ પ્રકારે મનાવવા માં આવે છે. ક્યાક રંગો થી હોળી થાય છે, તો ક્યાક ફુલો થી હોળી ખેલાય છે, અહિ લોકો લઠ્ઠમાર હોલી પણ ખુબ જ ધામધુમ થી ઉજવે છે, આજે અમે તમને બરસાને ની લઠ્ઠમાર હોળી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
લઠ્ઠમાર હોળી: આ હોળીમાં આનંદની સાથે સાથે નારી સશક્તિકરણ નુ પણ પ્રતિક માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મિત્રો સાથે રાધા રાણી સંગે હોળી રમવા માટે ગયા કરતા અને રાધા રાણી પોતાની સખિઓ સાથે મળીને કાન્હા સાથે હોળીનો આનંદ ઉઠાવતી હતી. લઠ્ઠમાર હોળી રમવા માટે રાધા રાણી અને તેમની સખિઓ પોતાની સાથે વાંસ ની લાકડીઓ લાવતી હતી. જેનાથી તેઓ ગોવાળો ને દોડાવી દોડાવીને ભગાડતી હતી. ત્યાર થી આજસુધી લઠ્ઠમાર હોળીની પરંપરા ચાલતી આવે છે.
આજે પણ બરસાના મા ખૂબ જ ધુમધામ થી લઠ્ઠમાર હોળિનો ઉત્સવ મનાવે છે. મહિલાઓ પુરૂષો પર પ્રેમથી લઠ્ઠમાર હોળી મા પોતાની શક્તિ નુ પ્રદર્શન પણ કરે છે. તો સામે પુરૂષો પણ પુરા જોશ થી આનંદ સાથે પોતાનો બચાવ કરે છે. પુરૂષ મહિલાઓ સંગે રંગ અને ગુલાલ થી હોળી રમવા માટે જાય છે પણ મહિલાઓ બદલામા પુરૂષો પર લાઠિઓ વરસાવે છે. હોળિ ના તહેવાર મા કનૈયાની નગરી ચારે બાજુ રંગો અને ગુલાલ નો વરસાદ વરસાવતી રહે છે.
ગીતો : પુરા વ્રજ ની ભૂમી હોળીના રંગો થી રંગાઇ જાય છે અને લોકો ચારે બાજુ ખુશિઓ મનાવતા જોવા મળે છે. લોકો એકબીજા સાથે દુઃખ ભુલીને એકબીજાને રંગ લગાડીને ગળે મળીને આલિંગન આપે છે. આ દરમિયાન લોકો ચારેબાજુ હોળીના ગીતો પર ગાતા-ઝૂમતા નજરે ચડે છે. બાળકો, વૃદ્ધ્રો અને સ્ત્રીઓ સહિત બધા લોકો આજના દિવસે રંગો મા રંગાઇ ને આનંદથી હોળી ઉજવે છે.