દુનિયા નું એક મંદિર જ્યાં વિરાજમાન છે બધા ૩૩ કરોડ દેવી દેવતા, જાણો કયું મંદિર છે!!

જમ્મુ ના રઘુનાથ મંદિર પુરા ભારત નું એકમાત્ર મંદિર જ્યાં ૩૩ કરોડ દેવી દેવતા એક સાથે વિરાજમાન છે. અહી આ મંદિર પુરા દેશ ની આસ્થા નું પ્રતિક છે.

આ મંદિર માં એક સાથે ઘણા દેવી દેવતા વિરાજમાન છે, પરંતુ આ મંદિર નું નામ હિંદુ ધર્મ ના ભગવાન મર્યાદા પુરુષોતમ શ્રી રામ ના નામ રઘુનાથ મંદિર થી પ્રસિદ્ધ છે. આ મંદિર ભારતીય કળા ને સારી રીતે દર્શાવે છે. ઉત્તર ભારત ના પ્રમુખ નગર જમ્મુ ના હૃદય ,અ વસેલું આ મંદિર નાના-મોટા અન્ય ઘણા મંદિરો ના સમૂહ થી ઘેરાયેલું છે.

આ મંદિર નું નિર્માણ કાર્ય ૧૮૩૬ માં મહારાજા ગુલાબ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જેને પછી એના પુત્ર મહારાજા રણવીર સિંહ એ આને સંપન્ન કરાવ્યું હતું. આ મંદિર ની બાજુમાં 7 એતિહાસિક ધાર્મિક પરિસર છે. જેમાંથી રામ મંદિર સ્વર્ણ નું છે.જો કે તેજ નું સ્વરૂપ છે. મંદિર ની બાજુની દીવાલો પર ત્રણ બાજુ સોના ની સ્તર ચઢાવેલું છે.

એવી માન્યતા છે કે મહારાજ ગુલાબ સિંહ ને આ મંદિર ના નિર્માણ ની પ્રેરણા શ્રી રામ દસ વૈરાગી થી મળી હતી. રામદાસ વૈરાગી એ ગુલાબ સિંહ ને રાજા બનવાની ભવિષ્યવાણી કરી હતી. જો કે પછી સત્ય નીકળી. રામદાસ વૈરાગી ભગવાન શ્રીરામ ના ખુબ મોટા ભક્ત હતા. તે ભગવાન રામ ના આદર્શો નો પ્રચાર કરવા અયોધ્યા થી જમ્મુ આવ્યા તેમજ સુઈ સીમ્બ્લી માં ઝુપડી બનાવીને ત્યાં જ વસી ગયા હતા. એમણે જ જમ્મુ ક્ષેત્ર ની પહેલા રામ મંદિર નું નિર્માણ સુઈ સીમ્બ્લી માં કરાવ્યું હતું.

આ પ્રાચીન એતિહાસિક મંદિર પર નવેમ્બર ૨૦૦૨ માં આંતકી હુમલા પણ થઇ ગયા હતા. જેના પછીથી આ મંદિર દરવાજા અમુક સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હુમલા ના ૧૧ વર્ષ પછી ૨૦૧૩ માં એક વાર ફરીથી મંદિર ના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા.

આં રઘુનાથ મંદિર માં બધા તહેવાર ધામધૂમ થી મનાવવામાં આવે છે, પણ રામનવમી ના તહેવાર પર તો આ મંદિર નું ધૂમ જોવા લાયક હોય છે. મંદિર માં અન્ય ઘણા દેવી દેવતાઓ ની પ્રતિમાઓ સ્થાપિત છે તથા હિંદુ ધર્મ ના ૩૩ કરોડ દેવી દેવતાઓ ના લિંગમ પણ સ્થાપિત છે જે એના ઈતિહાસ ને વધારે દિલચસ્પ બનાવે છે. આ વિશેષતા આ મંદિર ને ભારત ના બધા મંદિરો થી વિભિન્ન તેમજ આકર્ષિત બનાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer