સમ્રાટ ભરત, જેના વિશે કહેવામાં આવે છે કે તેના નામ પર આપણા દેશનું નામ ભારત પડ્યું, તે પ્રતાપી અને સુયોગ્ય શાસક હતા. રાજા ભરત શાસન કરતા કરતા પણ કઠોર તપ કર્યા કરતા હતા. જેનાથી તેનું શરીર દુર્લભ બની ગયું હતું એક વાર એક ખેડૂત તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ તમે ચક્રવતી સમ્રાટ છો કરોડો લોકોની રક્ષા અને નિર્વાહની વ્યવસ્થા તમારે કરવી પડે છે એવી દશામાં તમે તપસ્યા કેવી રીતે કરી શકો છો?

રાજા ભરતએ તેલથી ભરેલો એક વાટકો આપ્યો અને સાથે સિપાહીઓને મોકલ્યા અને ખેડૂતને કહ્યું કે તારા હાથમાં આ વાટકો લઈને સેનાને જોવા જવાનું છે વાટકામાંથી એક પણ તેલનું ટીપું નીચે ના પડવું જોઈએ નહિ તો તને મૃત્યુ દંડ આપવામાં આવશે સિપાહી તને બધું બતાવશે. સિપાહી ખેડૂતને સેના બતાવા ગયા ત્યાં હજારો હાથી, ઘોડા, અને ઘણી પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર ભરેલા હતા. ખેડૂત બધાને જોતા તો રહ્યા, પણ તેનું ધ્યાન પુરા સમય તેલથી ભરેલા વાટકા પર જ હતું કે તેમાંથી તેલ પડી ના જાય.

ખેડૂત જયારે ફરીને ફરીથી મહારાજ પાસે આવ્યા તો તેને પૂછ્યું ‘તમે સેના જોઈને આવ્યા છો? તો તમે કહો કે તમને શું સારું લાગ્યું તેમાંથી કઈ વસ્તુ મેળવવાની ઈચ્છા તમને થઇ? ખેડૂતે કહ્યું કે મેં બધું જોયું પણ મારું ધ્યાન કોઈ જગ્યાએ ના અટક્યું. મારું ધ્યાન આ વાટકા તરફ જ હતું તે સાંભળીને રાજા ભરતએ કહ્યું કે ‘આવી જ રીતે રાજ્ય કાર્ય કરતા કરતા મારું ધ્યાન મારી આત્મામાં જ રહે છે.