જાણો આ મંદિરના અદભુદ ચમત્કાર વિશે દેવીની મૂર્તિ કરે છે વાતો, અહી થાય છે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ

ભારત દેશને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે, આપણા દેશમાં એવા ઘણા ચમત્કારિક મંદિર છે જેનો ચમત્કાર જોવા લોકો દુર દુરથી પણ આવે છે. આ મંદિરમાં સ્થાપિત પ્રતિમા પથ્થરની હોઈ છે, પરંતુ આ પથ્થર ની મૂર્તિ સાક્ષાત દેવી દેવતાઓનું રૂપ માનવામાં આવે છે. અને આ પ્રતિમાઓ જોડે ઘણી બધી કથાઓ જોડાયેલ છે, આજ અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં આ મંદિરમાંથી અવાજ આવે છે, તમારામાંથી ઘણા લોકો આ વાત ઉપર વિશ્વાસ પણ નહિ કરે પણ જે જાણકારી અમે આપવી છીએ તે બિલકુલ સાચી છે.

દેવીમાંનુ આ મંદિર બિહારના બક્સરમાં આવેલું છે, અહી દેવીમાંનુ એક એવું મંદિર છે જ્યાં ભક્તો અંદર પ્રવેશ કરે છે ત્યારે તેને દુર્ગાની શક્તિઓનો આભાસ થાય છે. આ મંદિર માં એવો અભાસ થાય છે કે દેવી માં તમારી આજુબાજુ જ છે. આ મંદિરની અંદર મૂર્તિ અંદરો અંદર વાતો કરે છે, આખરે આ મંદિર પાછળ શું રહસ્ય છુપાયેલું છે ? તેનું કારણ જાણવા વૈજ્ઞાનિકો પણ અહી આવેલા હતા પણ તેનું રહસ્ય જાણવા માં નાકામયાબ રહ્યા.

દેવીમાના આ ચમત્કારિક મંદિર ને રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર ના નામ થી જાણવામાં આવે છે. આ મંદિર તંત્ર સાધના માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે એના સિવાય તેમાં ૧૦ મહાવિધ્યાઓ ની મૂર્તિ પણ સ્થાપિત છે. એવું કેહવામાં આવે છે કે આ મંદિર માં સાધના કરવાવાળાની દરેક ઈચ્છા પૂરી થાય છે.

આ મંદિર વિશે એવું બતાવામાં આવ્યું છે કે આ મંદિરની સ્થાપના ભવાની મિશ્ર નામના તાંત્રિકે લગભગ ૪૦૦ વર્ષ પેહલા કરી હતી. તેના પછી થી આ મંદિરની આરતી પૂજા બધું તંત્રીકના પરિવાર વાળા સદસ્યો સંભાળવા લાગ્યા. આ મંદિરમાં દરેકની મનોકામના પૂરી થતી હોવાથી લોકો માં વધુ શ્રદ્ધા જોવા મળે અને મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શન માટે આવે છે. આ મંદિરની અંદર સૌથી અનોખી વાત એ છે કે તે મૂર્તિ બોલે છે, જે લોકો અડધી રાતે આ મંદિર પાસે થી નીકળે છે તેને તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. વૈજ્ઞાનિકો પણ આ મૂર્તિ ઓ વિષે જાણકારી મેળવવા માં નાકામયાબ રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer