બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજકુમારને લગતી ઘણા કિસ્સાઓ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત છે. રાજકુમાર તેના અભિનય અને ડાયલોગ ડિલીવરી તેમજ તેમના વલણના કારણે ચર્ચામાં રહ્યા છે. રાજકુમાર કોઈને કંઇ પણ કહી દેતા હતા અને આમ કરતી વખતે તે કશું વિચારતા પણ નહિ.
રાજકુમાર નો જન્મ 8 ઓક્ટોબર ૧૯૨૬ ના પાકિસ્તાન ના લોરાલાઈ મા થયો હતો. તેમનું અસલી નામ કુલભૂષણ પંડિત હતું. ફિલ્મોમાં એન્ટ્રી લેતા પહેલા રાજકુમાર મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર ના પદ પર કાર્યરત હતા. ઘણા લોકોએ તેમને તેમની પર્સનાલિટી અને અવાજના કારણે બોલિવૂડમાં જવા માટે કહ્યું હતું. તેથી રાજકુમારે પણ હિન્દી સિનેમા માં કદમ રાખવાનું મન બનાવી લીધું હતું.
રાજકુમારે 1952 માં 26 વર્ષની વયે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેમની 40 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં, તેમણે ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપી. રાજકુમારે તેના સમયના દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું. જ્યારે તે ખુદ અભિનેતા પણ રહી ચૂક્યો છે. 1996 માં, 69 વર્ષની ઉંમરે રાજકુમારે આ દુનિયાને અલવિદા કહ્યું. રાજકુમારે તેમના મૃત્યુ પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તેની અંતિમ વિધિમાં કોઈ હાજર નહીં રહે. તેણે કહ્યું હતું કે તેની અંતિમ યાત્રા દરમિયાન, ઉદ્યોગ સાથે સંકળાયેલ કોઈપણ કલાકાર અને મીડિયા પણ તેનાથી દૂર રહે.
સવાલ એ પણ ઉભો થાય છે કે રાજકુમારે મરતા પહેલા આવું કેમ કહ્યું? ખરેખર, આ પાછળનું કારણ રાજકુમારની સુપરહિટ ફિલ્મ ‘તિરંગા’ ના ડિરેક્ટર મેહુલ કુમારે કહ્યું હતું. મેહુલ કુમારે કહ્યું છે કે, તેમને રાજકુમારે જાતે કહ્યું હતું કે કોઈ પણ તેમની અંતિમ યાત્રામાં ભાગ નહીં લે. ખરેખર, રાજકુમાર મૃત્યુ પછી કોઈ પણ પ્રકારની મજાક ઈચ્છતા નહોતા.
તમને જણાવી દઈએ કે, રાજકુમારે મેહુલ કુમાર સાથે બીજી એક ફિલ્મ ‘મેરતે દમ તક’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાજ કુમાર તેના ડેથ સીનના શૂટિંગમાં હતો. મેહુલ કુમારે પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન એક કિસ્સાની વાત કરી હતી અને તેણે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો.
મેહુલ કુમારે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જ્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને તેને ગાડીમાં સુવડાવવામાં આવ્યા, ત્યારે મેં મારા હાથથી તેને ફૂલની માળા પહેરાવી હતી ત્યારે તેણે મને કહ્યું હતું કે જાની અત્યારે પહેરાવી લો હાર, જયારે ચાલ્યા જઈશું તો ખબર પણ નહિ પડે, તે સમયે, મેં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ જ્યારે શૂટિંગ પૂરું થયું ત્યારે મેં રાત્રે રાજકુમારને પૂછ્યું કે તમે એવું કેમ કહ્યું? ”
આગળ, મેહુલ કુમારે કહ્યું કે, “રાજ કુમારે કહ્યું કે તમને ખબર નથી, લોકો આપણા સ્મશાનને એક તમાશો બનાવે છે. લોકો સરસ સફેદ કપડાંમાં આવે છે, પછી મીડિયા વાળા ખૂબ આવે છે. કોઈ મૃત માણસનું સન્માન કરવાને બદલે, તેને મજાક, એક તમાશો બનાવવામાં આવે છે. મારી સ્મશાન યાત્રા એ મારો પારિવારિક મામલો છે, મારા કુટુંબ સિવાય બીજું કોઈ તેમાં સામેલ નહીં થાય. ”
નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા દિવસોમાં રાજકુમાર કેન્સર સામે લડતા હતા. તેણે પત્ની અને બાળકોને પણ નજીક બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘જુઓ, હું આ રાત પણ કદાચ ના કાઢી શકું. હું ઇચ્છું છું કે મારા આખા કુટુંબને બોલાવવામાં આવે અને હું મરી ગયા પછી, બધી વિધિઓ કર્યા પછી, ઘરે પાછા આવીને બીજાને જાણ જાણ કરવામાં આવે. મારે કોઈ તમાશો નથી જોઈતો. ‘ તમને જણાવી દઇએ કે, રાજકુમારે જેવું ઇચ્છ્યું હતું તે જ થયું હતું. 3 જુલાઈ 1996 ના રોજ તેમનું અવસાન થયું. તેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થયા તે કોઈને ખબર નથી.