અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરોનો કોઈ વ્યવસ્થા કરવામાં આવતિ ન હતિ. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપતા અધિકારીઓ દ્વારા લેવામાં આવતાં હતાં ,
જેની ફરિયાદ ગુજરાત એસીબીને મળતાં આજે અમદાવાદ એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં પકડ્યા છે.
ગાયો નહિ પકડવાના અને દિવાળી બોનસ માટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હતી, જેથી એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવ્યો હતો.
પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યાઓ માથાનોદુખાવો છે, છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કોઈ પ્રકારની કામગીરી કરતું નથી.
માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવાને માટે ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપતા લઇને વહીવટ કરતા હોય છે. ભાજપના શાસકો પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં તેઓ મૌન રહ્યા છે.
જો કે એસીબી પાસે આ બાબતે અનેક વાર ફરિયાદ આવી હતી. એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા PI એફ.એમ કુરેશી ગાયો નહિ પકડવાની અને કેસ નહિ કરવાના દર મહિને લાંચ પેટે રૂ. 10000/-ની માગણી કરી હતી.
અને જો ન આપે તો કેસ કરશે એમ ધમકી આપી હતિ.જે બાદ એસીબી નો સંપર્ક કર્યો હતો. અને ટીમે છટકું ગોઠવી ને પીઆઇ ને રંગે હાથે ઝડપી પાડયા હતા.