રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી સૂતર, રેશમી કે પીળા કપડામાં ચોખા, કેસર, ચંદન, સરસવ અને દૂર્વા રાખી એક પોટલી બનાવો અને તેને એક તાંબાના લોટમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો. પછી લાલ દોરા જે પૂજામાં પ્રયોગ કરાય છે લઈ ગંગાજળ હળદર અને કેસરથી પવિત્ર કરી અને તમારા કુળદેવના ધ્યાન કરતા મુખ્યદ્વાર પર બાંધી દો. ત્યારબાદ બેન -ભાઈને કુળ પરંપરામુજબ તિલક કરી અને મિઠાઈ ખવડાવીને જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધો અને શગુનમાં રૂમાલ વગેરે ભેંટ કરો. આ રીતે રક્ષાબંધનો પર્વ ઉજવવાથી ઘરમાં ખુશહાલી આવે છે.
રક્ષાબંધન પર શ્રવણ પૂજન : રક્ષાબંધનના દિવસે શ્રવણ નક્ષત્રના સમયે મહિલાઓ પરંપરામુજબ ઘરના બહાર કે દ્વાર પર ગોબર કે લાલ રંગથી શ્રવણ કુમારની આકૃતિ બનાવી પૂજા કરી તેના પર રક્ષાસૂત્ર અર્પિત કરે છે. ઘરની તેમજ પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ પૂજા કરાય છે.