એક સમયની વાત છે જયારે બધા દેવતા રાક્ષસ ભોમાંસુર થી પરેશાન હતા. તેને બધા દેવતાને હરાવીને તેમની પાસેથી ઘણી કીમતી વસ્તુઓ છીનવી લીધી હતી બધા દેવી-દેવતા મદદ માટે બ્રમ્હા, વિષ્ણુ, અને શિવ પાસે ગયા.
ત્રીદેવો એ દેવી-દેવતાઓને કહ્યું કે તમે ધરતી પર શ્રી કૃષ્ણને મળો તે જ તમારી મદદ કરી શકશે. તેથી દેવી-દેવતાઓ શ્રીકૃષ્ણ પાસે મદદ માગવા ગયા. ભગવાન શ્રીકૃષ્ણ તરત જ તેની પત્ની સત્યભામાને લઇને તે રાક્ષસ પાસે લડવા ગયા. સત્યભામાએ ભોમાંસુરના બધા પુત્રોનું વધ કરી નાખ્યું કારણ કે તેને વરદાન હતું કે કોઈ સ્ત્રી જ તેનો નાશ કરી શકશે.
કૃષ્ણે પોતાની પત્નીને સારથી બનાવી ભોમાંસુરનો વધ કરી નાખ્યો ત્યાર બાદ તેમને ભોમાંસુર દ્વારા બંદી બનાવેલી બધી મહિલાઓને મુક્ત કરી અને તે બધી ૧૬૦૦૦ મહિલાઓએ કૃષ્ણને જ પોતાના માની લીધા અને બધી દ્વારકામાં રહેવા લાગી.