જેમનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ-મરણ ના આ બંધન ને ભગવાન પણ નથી તોડી શક્યા. અને જયારે એમને પૃથ્વી પર માનવ રૂપ માં અવતાર લીધો તો તેમને પણ મનુષ્યની જેમ જ પોતાના દેહ નો ત્યાગ કરવો પડ્યો હતો. ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવીને કેવા દેત્યો નો સંહાર કર્યો. એતો દરેક જાણે છે. પરંતુ એમનું મૃત્યુ કેવી રીતે થયું એ તો આપને કોઈ નથી જાણતા. ચાલી જાણીએ ભગવાન શ્રી રામ અને કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું હતુ.
ભગવાન શ્રી રામ:-
ભગવાન રામે અયોધ્યા ના રાજા દશરથને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લીધો હતો રાવણ જેવી રીતે દેત્યનો સંહાર કર્યો. અને પૃથ્વીને દેત્યોના અત્યાચાર થી મુક્ત કર્યા. શ્રી રામમાં મર્યાદા અને સંયમ થી રહેવાની સીખ લોકોને મળે છે. અને કોઈ પણ રીતે પરિવારમાં આપસી પ્રેમ હોવો જોઈએ. એ દરેકને સીખ્વવું જોઈએ. જયારે ભગવાન રામ ના દરેક કાર્યો પૂર્ણ થઇ ગયા ત્યારે તેને પોતાનો દેહ ત્યાગ કર્યો. અને દેહ ત્યાગ માટે તેને જળ સમાધિનો વિકલ્પ પસંદ કર્યો. શ્રી રામે સર્યું નદીમાં જઈને જળ સમાધિ લીધી. અને ત્યાં ઉપસ્થિત દરેક લોકો ને પોતાના ચતુર્ભુજ રૂપ દેખાડી સરયુ નદીમાં લીન થઇ ગયા. આ રીતે ભગવાન શ્રી રામનું મૃત્યુ થયું.
શ્રી કૃષ્ણ:
શ્રી કૃષ્ણ એ દેવકી અને વસુદેવ ને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લીધો હતો. અને તેનું પાલન પોષણ નંદ અને યશોદા એ કર્યું હતું. કંસના અત્યાચારીથી માથુરને મુક્ત કરાવ્યું હતું. અને પછી એ દ્વારિકા આવી ગયા હતા. અને ત્યાર બાદ મહાભારત જેવા ભીષણ યુધ્ધના સુત્રધાર બન્યા અને ગીતા જ્ઞાન આપીને મનુષ્યોને જીવનની વિષમ પરિસ્થિતિઓ થી લડવાની સીખ પણ આપી. જ્યા બીજી બાજુ નટખટ કાનુડો બનીને માખણ ચોર્યું. અને ગોપીઓના માધ્યમ થી નિસ્વાર્થ પ્રેમનો પાઠ ભણાવ્યો.
જયારે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્રામ કરી રહ્યા હતા તો દુરથી એક શિકારીની નજર તેના પગના પદ્મ ચક્ર પર પડી, દુરથી જોવા પર તેમનું પદ્મ ચક્ર ચમકીલા હરણ જેવું લાગ્યું. અને એજ કારણ થી એને તીર ચલાવી દીધું. જે જઈને સીધું ભગવાન શ્રી કૃષ્ણ પગ પર જ વાગ્યું અને તેમનું મૃત્યુ થયું. અને શિકારીએ પાસે જઈને જોયું તો તેને ભગવાનની પાસે ક્ષમા માંગી અને તેના આ અપરાધ બદલ ભગવાને તેને માફ પણ કરી દીધો. અને પોતાનો દેહ ત્યાગી ભગવાન વૈકુઠ ચાલ્યા ગયા.