જાણો ભગવાન વિષ્ણુના અવતાર હોવા છતા શ્રી રામ શા માટે નહોતા કરતા કૃષ્ણણી જેમ ચમત્કાર?

આપને સૌ જાણીએ જ છીએ કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને શ્રી હરી વિષ્ણુના અવતાર હતા. પરંતુ ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ભગવાન કૃષ્ણની જેમ ભગવાન શ્રી રમે શા માટે ચમત્કારો નહોતા કર્યા.

રામ ભગવાન ખુબ જ સરળ સ્વભાવના હતા, તેમણે ૧૪ વર્ષ સુધી વનવાસ કર્યા છતાં પણ કોઈ ચમત્કાર નહોતો કર્યો. અને જો વાત ભગવાન શ્રી કૃષ્ણણી કરીએ તો તેમણે પોતાના જીવન કાળ દરમિયાન ઘણા બધા ચમત્કાર કરેલા તેમજ પ્રેમની નવી પરિભાષા પણ સંસાર સામે રજુ કરી હતી.

ભગવાન શ્રી રામે સાધારણ મનુષ્યની જેમ જ પોતાનું આખું જીવન પસાર કર્યું હતું. અને તેથી જ તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. અને તેનાથી વિરુદ્ધ દ્વાપર યુગમાં વાસુદેવ દ્વારા કરવામાં આવેલા ચમત્કાર ખુબજ આવશ્યક હતા અને તે સમયની પરિસ્થિતિને અનુકુળ હતા. ધર્મની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ ધરતી પર માનવ સ્વરૂપે જન્મ લીધો હતો. ભગવાન શ્રી રામને ૧૪ કલા સંપૂર્ણ માનવામાં આવતા હતા. એનો મતલબ એમ થાય કે તેઓના અવતાર લીધા પછી તેઓ ભૂતકાળની બધી જ યાદો ભૂલી ગયા હતા. જેને પાછળથી ભગવાન શિવે યાદ અપાવી હતી. તેમજ બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણમાં સંપૂર્ણ સોળે કળા હતી અને તેમની ચેતના જન્મથી જ જાગૃત હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer