રામચરિત માનસ સનાતન ધર્મમાં અધિક મહત્વ ધરાવે છે. આ પવિત્ર મહાકાવ્ય જીવન જીવવાની શીખ પણ આપે છે. રામાયણની ચોપાઈઓ અનુસાર જો જીવનને સમજવામાં આવે તો દરેક સમસ્યાનો અંત લાવી શકાય છે. વ્યક્તિ તેના જીવનમાં સફળ અને સુખી થઈ શકે છે. રામાયણની આ 5 મહત્વની વાતો વ્યક્તિને જીવન જીવવાની કળા શીખવે છે. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકિએ કરી હતી. રામાયણમાં દર્શાવેલી વાતો વ્યક્તિના જીવનને સરળ અને સહજ બનાવી શકે છે. રામાયણમાં શ્રીરામના સંપૂર્ણ જીવનને દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ રામચરિત માનસની અગત્યની વાતો વિશે.
- કોઈપણ કામ કરવા માટે વ્યક્તિએ સમર્પિત રહેવું જોઈએ. જીવનમાં સફળતા પામવા માટે મહેનત કરવી પડે છે અને સાથે જ સમર્પિત પણ રહેવું. સમર્પણનું ઉદાહરણ હનુમાનજીની શ્રીરામ માટેની ભક્તિ છે. તેમણે પોતાનું સર્વસ્વ પોતાના સ્વામીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું.
- કોઈ વ્યક્તિએ અન્ય માટે પણ સારું જ વિચારવું જોઈએ. જો અન્યનું સારું વિચારે છે તેનું પણ સારું જ થાય છે. દરેક વ્યક્તિ માટે દયાભાવ રાખો અને કોઈને નુકસાન થાય તેવું કર્મ કરવું નહીં અને વિચારવું પણ નહીં.
- ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે. કારણ કે તેઓ પોતાની મર્યાદા અર્થાત અનુશાસનમાં રહે છે. વ્યક્તિએ પણ જીવન સુખી થઈ જીવવું હોય તો અનુશાસન જરૂરી છે. મર્યાદા વ્યક્તિને અભાવમાં જીવન જીવવાની શીખ આપે છે અને સંઘર્ષોમાં પણ જીવન જીવવું તે સમજાવે છે.
- રામાયણથી બીજી શીખ વ્યવહારની મળે છે. શ્રીરામએ તેમના જીવન દરમિયાન દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કર્યો છે. તેઓ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવા જાણીતા છે. તે કોઈ વ્યક્તિ માટે ધર્મ, જાતિ કે તેના કામને ધ્યાનમાં રાખી ભેદભાવ રાખતા નહીં.
- ત્રીજી શીખે છે સંગતની. કહેવાય છે ને કે જેવી સંગત તેવી રંગત. તો વ્યક્તિએ પણ પોતાની સંગત સમજી વિચારીને પસંદ કરવી જોઈએ. જેમકે મહારાણી કૈકયીએ મંથરાની સંગતમાં રહી તેની ખોટી સલાહ માની તો તેના જીવનમાં સમસ્યાઓના પહાડ ખડકાયા. એટલે કે ખરાબ સંગત વ્યક્તિને ખરાબ વિચાર જ આપે છે.