જાણો રામચરિત માનસના કેટલાક રોચક સત્યો વિશે

વાલ્મીકી રામાયણ પછી જો કોઈ બીજી રામ કથા સૌથી પ્રસિદ્ધ થઇ હોય તો એ છે તુલસીદાસ રચિત રામચરિતમાનસ. તેને તુલસીદાસજી એ ૧૫૭૪ ની સદીમાં લખવાનું ચાલુ કર્યું હતું અને ૨ વર્ષ અને ૭ મહિના ૨૬ દિવસ પછી ૧૫૭૬ માં પૂર્ણ થયું હતું. તો ચાલો રામચરિતમાનસ વિશે કેટલાક ક્યારેય ના સાંભળ્યા હોય તેવા તથ્યો વિશે જાણીએ.

  1. રામચરિતમાનસમાં “રામ” શબ્દ કેટલી વાર આવે છે: ૧૪૪૩વાર
  2. રામચરિતમાનસમાં “સીતા” શબ્દ કેટલી વાર આવે છે: ૧૪૭ વાર
  3. રામચરિતમાનસમાં “જાનકી” શબ્દ કેટલી વાર આવે છે: ૬૯ વાર
  4. રામચરિતમાનસમાં “વૈદેહી” શબ્દ કેટલી વાર આવે છે: ૫૧ વાર
  5. રામચરિતમાનસમાં “બડભાગી” શબ્દ કેટલી વાર આવે છે: ૫૮ વાર
  6. રામચરિતમાનસમાં “કોટી” શબ્દ કેટલી વાર આવે છે: ૧૨૫ વાર
  7. રામચરિતમાનસમાં “એક વાર” શબ્દ કેટલી વાર આવે છે: ૧૮ વાર
  8. રામચરિતમાનસમાં “મંદિર” શબ્દ કેટલી વાર આવે છે: ૩૫ વાર
  9. રામચરિતમાનસમાં “મરમ” શબ્દ કેટલી વાર આવે છે: ૪૦ વાર
  10. રામચરિતમાનસ અનુસાર લંકામાં “શ્રી રામ” કેટલા દિવસ રહ્યા હતા: ૧૧૧ દિવસ.
  1. રામચરિતમાનસ અનુસાર લંકામાં “સીતાજી” કેટલા દિવસ રહ્યા હતા: ૪૩૫ દિવસ
  2. રામચરિતમાનસમાં કુલ કેટલા અધ્યાય છે: ૭
  3. રામચરિતમાનસનો સૌથી નાનો અધ્યાય કયો છે: કીષ્કીન્ધાકાંડ
  4. રામચરિતમાનસનો સૌથી મોટો અધ્યાય કયો છે: બાલકાંડ
  5. રામચરિતમાનસમાં “શ્લોકો” ની સંખ્યા કેટલી છે: ૨૭
  6. રામચરિતમાનસમાં “ચોપાઈ” ની સંખ્યા કેટલી છે: ૪૬૦૮
  7. રામચરિતમાનસમાં “દોહા” ની સંખ્યા કેટલી છે: ૧૦૭૪
  8. રામચરિતમાનસમાં “સોરઠો” ની સંખ્યા કેટલી છે: ૨૦૭
  9. રામચરિતમાનસમાં “છંદ” ની સંખ્યા કેટલી છે: ૮૬
  10. રામચરિતમાનસ મુજબ સુગ્રીવમાં કેટલું બળ હતું: ૧૦૦૦૦ હાથી જેટલું
  1. રામચરિતમાનસ મુજબ સીતાજી કેટલી ઉંમરે રાણી બન્યા: ૩૩ વર્ષની ઉંમરમાં
  2. રામચરિતમાનસની રચના વખતે તુલસીદાસજીની ઉંમર કેટલી હતી: ૭૭ વર્ષ
  3. રામચરિતમાનસને કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું: અવધી
  4. રામચરિતમાનસ અનુસાર પુષ્પક વિમાનની ગતિ કેટલી હતી: ૪૦૦ મીલ/કલાક
  5. રામચરિતમાનસ અનુસાર રામદળ અને  રાવણ દળનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું: ૮૭ દિવસ
  6. રામચરિતમાનસ અનુસાર રામ રાવણ યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું: ૩૨ દિવસ
  7. રામચરિતમાનસ અનુસાર સેતુ નિર્માણ કેટલા દિવસમાં થયું હતું: ૫ દિવસ માં
  8. રામચરિતમાનસ અનુસાર નળ અને નીલના પિતા કોણ હતા: વિશ્વકર્મા
  9. રામચરિતમાનસ અનુસાર ત્રીજટાના પિતા કોણ હતા: વિભીષણ
  10. રામચરિતમાનસ અનુસાર વિશ્વામિત્ર રામને કેટલા દિવસ માટે દશરથ પાસેથી માંગીને લઇ ગયા હતા: ૧૦ દિવસ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer