માગશર મહિનાની પંચમ ના દિવસે ભગવાન શ્રી રામે માતા સીતા સાથે લગ્ન કાર્ય હતા, તેથી આ તિથી ને શ્રી રામ વિવાહોત્સવ ના રૂપમાં માનવામાં આવે છે. તેને વિવાહ પંચમી પણ કહે છે. આ દિવસે ભગવાન રામ અનેમાતા સીતાના વિવાહ કરાવવા ખુબજ શુભ માનવામાં અવે છે. ધાર્મિક ગ્રંથી અનુસાર આ તિથીને ભગવાન રામે જનક નંદીની સીતા સાથે લગ્ન કર્યા હતા. જેનું વર્ણન શ્રી રામચરિત માનસ માં મહાકવિ ગોસ્વામી તુલસીદાસજી એ કરેલ છે.
શ્રી રામચરિતમાનસ અનુસાર મહારાજા જનકે સીતાના લગ્ન માટે સ્વયંવર રચ્યો હતો. સીતાના સ્વયંવર માં આવેલ દરેક રાજા મહારાજા જયારે ભગવાન શિવ નું ધનુષ્ય ના ઉઠાવી શક્યા, ત્યારે ઋષિ વિશ્વામિત્ર એ પ્રભુ શ્રી રામ ને આજ્ઞા આપતા કહ્યું કે, હે રામ ઉઠો અને શિવજીનું ધનુષ તોડી જનકનો સંતાપ દુર કરો. ગુરુ વિશ્વામિત્રના વચન સાંભળી રામ ઉઠ્યા અને ધનુષ તરફ આગળ વધ્ય તો એ દ્રશ્ય જોઇને સીતાના મનમાં પ્રસન્નતા છવાઈ ગઈ અને તેણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે આ શરીર હવે એમનું થઈને જ રહેશે અથવા તો રહેશે જ નહિ.
માતા સીતાના મનની વાત પ્રભુ શ્રી રામ જાણી ગયા અને તેને જોત જોતામાં શિવનું મહાન ધનુષ્ય ઉઠાવ્યું. અને તેના પર પ્રત્યંચા ચ્દાવ્તાની સાથે જ મોટા અવાજ સાથે આ ધનુષ્ય તૂટી ગયું આ જોઈ સીતાને મનમાં સંતોષ થયો. પછી માતા સીતા શ્રી રામ ની નજીક આવ્યા અને સીતાજીએ શ્રી રામના ગાળામાં જયમાલા પહેરાવી દીધી, આ દ્રશ્ય જોઇને દેવતાઓ ફૂલ વરસવા લાગ્યા. આખા નગરમાં અને આકાશમાં વાજા વાગવા લાગ્યા.
શ્રી રામ સીતાની જોડી એ રીતે સુશોભિત થઇ જાણે સુંદરતા અને શૃંગાર એકરસ થઇ ગયા હોય. પૃથ્વી,પાતાળ અને સ્વર્ગ માં યશ ફેલાઈ ગયો કે શ્રી રામે ધનુષ્ય તોડી નાખ્યું. અને સીતાજી નું વરણ કર્યું. મર્યાદા પુરુષોત્તમ રામ-સીતા ના લગ્ન ના કારને જ આ દિવસ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં રામ સીતા આદર્શ દંપતી માનવામાં આવે છે.