રામાયણ માં ભગવાન રામથી પણ વધારે શક્તિશાળી હતા આ યોદ્ધાઓ, જાણો….

રામાયણ ની કથા તો હિંદુ ધર્મના દરેક વ્યક્તિ ને ખબર જ હશે. રામાયણ નું યુદ્ધ ઈતિહાસ ના યાદગાર યુદ્ધ માનું એક છે. રામાયણ આપણો ખુબ જ મહાન ગ્રંથ છે જેમની રચના વાલ્મીલી એ કરેલી છે. રામાયણ ની અંદર ઘણા બધા અદભુત પાત્રો વિષે વર્ણન કરવામાં આવ્યું છે.

અમુક મહાન યોદ્ધા ઓ વિષે પણ બતાવ્યું છે સામાન્ય રીતે આપણે એમજ લાગે છે સૌથી શક્તિશાળી યોદ્ધા ભગવાન રામ જ હશે પણ આ માન્યતા ખોટી છે રામાયણ માં એવા ત્રણ બીજા યોદ્ધા હતા જે ભગવાન રામ કરતા પણ વધુ શક્તિશાળી હતા.

આવો જાણીએ એમના વિશે. સૌથી પહેલું જે પાત્ર છે જે ભગવાન રામ કરતા વધુ શક્તિશાળી હતા તે છે ભગવાન હનુમાન. હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે. હનુમાન મહા બળશાળી અને પરાક્રમી યોદ્ધા હતા.

એમની પાસે ઘણી બધી શક્તિઓ પડેલી હતી. હનુમાનજી એ રાવણ ને ઘણી વાર યુદ્ધ માં હરાવ્યો હતો. જો હનુમાનજી ની ઈચ્છા હોત તો તેઓ પલભર માં જ રાવણ ની હત્યા કરી નાખેત. પણ તેઓ એ એમની  સીતા માતા પાસે વચન લીધું હતું જેના લીધે તેઓ આવું ન કરી શક્યા.

આ પછી છે વાલી. વાલી ને રામાયણ નો સૌથી પરાક્રમી યોદ્ધા માનવામાં આવે છે. વાલી ને ભગવાન શિવ નું એવું વરદાન હતું જેના કારણે જે યોદ્ધા સાથે તેઓ યુદ્ધ કરતા તેની અડધી શક્તિ વાલી ને મળી જતી. વાલી એ રાવણ ને તેની ભુજા ની નીચે છ મહિના સુધી રાખ્યો હતો.

ભગવાન રામ એ એનું વધ છુપાઈને કરવું પડ્યું. આ પછી એ યોદ્ધા જે ભગવાન રામ થી વધુ શક્તિશાળી હતો એ છે રાવણ.  રાવણ ખુબ જ શક્તિશાળી હતો. તેને પણ ભગવાન શિવ નું વરદાન પ્રાપ્ત હતું.

જેના લીધે એમની પાસે ઘણી બધી શક્તિઓ હતી. ભગવાન રામ એ પણ રાવણ નો વધ કરવા માટે વિભીષણ ની મદદ ની જરૂર પડી હતી. રાવણ ખુબ જ મોટો શિવ ભક્ત હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer