શ્રીલંકામાં આજે પણ છે રામાયણના પુરાવા, જાણો અહી..

રામાયણને ઈતિહાસકારોએ ક્યારેય પણ ઈતિહાસની શ્રેણીમાં રાખી જ નથી અને આને મહજ એક કાલ્પનિક કથાના તૌર પર માનવામાં આવે છે. પરંતુ અમુક એવા કિસ્સા છે જેની સામે વૈજ્ઞાનિકોને પણ રજૂઆત કરવી પડી હતી.

પાણીમાં તરતા પત્થર:

નાસા દ્વારા વર્ષ ૧૯૯૩ માં સૌથી પહેલા ‘રામસેતુ’ ની સેટેલાઈટ તસ્વીરો રજુ કરી હતી. જેમાં ભારતના દક્ષિણી બાજુ ‘રામેશ્વરમ’ ને શ્રીલંકા ના ‘મન્નાર’ સાથે જોડતા આ હિસ્સાને સાફ રીતે જોઈ શકાતું હતું.

રામાયણની મુતાબિક ભગવાન શ્રીરામને લંકા સુધી જવા માટે હિંદ મહાસાગરને પાર કરવાનો હતો.જેના માટે વાનરોની સેના એ મળીને જે પત્થરો પર શ્રીરામ લખીને સમુદ્રમાં નાખ્યા તો તે પત્થર તરવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આ તરતા પત્થરોનું પ્રમાણ ‘રામેશ્વરમ’ માં આજે પણ મળે છે.

વિશાળકાય હાથી :

‘સુંદરકાંડ; માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયારે હનુમાનજી, માતા સીતા સાથે મળવા માટે લંકા પહોંચ્યા હતા તો એમણે વિશાળકાય હાથીઓ ણે રાવણના મહેલોની રક્ષા કરતા જોયા હતા. જણાવી દઈએ કે પુરાતત્વ વિભાગને શ્રીલંકામાં એવા જ હાથીઓના અવશેષ મળ્યા જે એ જ કાળના હતા અને જે આવીને નાના હાથીઓથી ખુબ વધારે છે.

સીતા માતાની અગ્નિ પરીક્ષા :

રાવણથી સીતા માતાને બચાવ્યા પછી ભગવાન રામ એ એને એમની પવિત્રતા સાબિત કરવાનું કહ્યું હતું, જે કારણથી માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. ‘ધીવરૂમ્પોલા’ માં બનેલું સીતા માતાનું મંદિર એ જ જગ્યાએ છે જ્યાં માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી.

સીતા કોતુવા :

હરણ કર્યા પછી રાવણે માતા સીતાને અશોક વાટિકા માં રાખ્યા હતા, કારણકે માતા સીતાએ રાવણના મહેલમાં રહેવા માટે મનાઈ કરી દીધી હતી. અશોક વાટિકા ની આ જગ્યાને ‘સીતા કોતુવા’ ના નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યા પર આજે પણ અશોક ના લાંબા વૃક્ષ જોવા મળે છે.

હનુમાનજીના વિશાળ પદ્મચિન્હ :

રામાયણમાં આ વાતનું વર્ણન છે કે માતા સીતાની શોધ કરતા સમયે હનુમાનજી એ એક વિશાળકાય રૂપ લીધું હતું. શ્રીલંકા માં પગ રાખતા જ હનુમાનજીના પગ ના નિશાન ધરતી પર બની ગયા હતા. જે આજે પણ ત્યાની જમીન પર જોવા મળી શકે છે. વૈજ્ઞાનિક દ્વારા શોધ કાર્ય બાદ આ પદ્મચિન્હોની ઉમર પણ લગભગ 7 હજાર વર્ષ જુની બતાવવામાં આવેલી છે.

સળગેલી લંકા :

રામાયણની અનુસાર જયારે રાવણ દ્વારા હનુમાનજી ની પૂંછમાં આગ લગાવવામાં આવી હતી તો હનુમાનજી એ રાવણની લંકા નગરીના ઘણા હિસ્સા એમની પુંછથી સળગાવવામાં આવી હતી. શ્રીલંકામાં સ્થિત ‘ઉસાનગોડા’ નામની જગ્યા પર આજે પણ એવા પત્થર જોવા મળી શકે છે જે સળગેલા અથવા આગથી બળેલા સાફ જોવા મળે છે.

હિમાલયની જડી-બુટીઓ શ્રીલંકામાં

રામાયણમાં યુદ્ધ દરમિયાન જયારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, ત્યારે હનુમાનજી એ હિમાલયથી જડી-બુટીઓનો પહાડ શ્રીલંકામાં ઉઠાવીને લવાયો હતો. જે જગ્યા પર લક્ષ્મણજીને સંજીવની અપાય ગઈ હતી, પુરા શ્રીલંકાણે છોડ, એ જગ્યા પર હિમાલયની દુર્લભ જડી-બુટીઓ મેળવવામાં આવી હતી. હિમાલયની જડી-બુટીઓને શ્રીલંકામાં મેળવવી એ વાતનું ખુબ મોટું પ્રમાણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer