જયારે વાલિયા લુટારાએ નારદમુનિને પૂછયું કે હવે હું શું કરું ? નારદમુનિએ તેને સમજાવ્યું કે ચિત્ત એકાગ્ર કરીને તું ધ્યાનમાં બેસી જા. તારા શરીર પર રાફડો લાગશે. અને પછી તને એ ધ્યાનમાં જ્ઞાાન લાધશે. વર્ષો સુધી વાલિયાએ તપશ્ચર્યા કરી. શરીર પર વર્ષો રાફડો થઈ ગયો. વાલ્મિક એટલે રાફડો. અને એ રાફડામાંથી જ્ઞાાન થયા પછી જે વાલિયો બહાર આવ્યો તે બન્યો મુનિ વાલ્મીકિ.
ઋષિમુનિઓના નિયમ પ્રમાણે રોજ સવારે ચાર વાગે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને વાલ્મીકિ. તમસા નદીના કિનારે સ્નાન કરવા જાય. રોજના નિયમ પ્રમાણે વાલ્મીકિ તમસા નદીના કિનારે સ્નાન કરવા જવા લાગ્યા. એકવાર વાલ્મીકિએ આ નદીકિનારે જે દૃશ્ય જોયું તે જોઈને વાલ્મીકિનું હૃદય દ્રવી ઊઠયું.
નદી કિનારે એક વૃક્ષ હતું. તે વૃક્ષ ઉપર એક કૌંચ યુગલ રતિક્રીડામાં મશગૂલ હતું. આ જોઈને નદીકિનારે ઉભેલા એક પારધીએ તેને બાણ માર્યું. અને આ બાણથી એક કૌંચ નર પક્ષી વિઘાઈને તરફડિયા મારતું નીચે પડયું. અને મૃત્યુ પામ્યું. આથી પતિનો વિરહ સહન ન થવા તેની પત્ની કૌંચી અત્યંત વિલાપ કરવા લાગી. આ કરુણ આક્રંદ જોઇને વાલ્મીકિનું હૃદય પીગળી ગયું. અને તેમણે પેલા શિકારીને શાપ આપ્યો કે:
હે પારધી, રતિક્રીડામાં મશગૂલ આ કૌંચપક્ષીને તેં હણી નાખ્યું. તેથી લાંબા સમય સુધી તું આ સંસારમાં પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી શકીશ નહિ. અને ત્યાર પછી નારદજીની પ્રેરણાથી વાલ્મીકિએ અત્યંત પવિત્ર ગ્રંથ રામાયણની રચના કરી. જેમ ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતા છે તેમ સંસ્કૃત સાહિત્યના આદિકવિ વાલ્મીકિ છે અને રામાયણ તેમનું આદિ કાવ્ય છે.
રામાયણ શબ્દની સંઘિ છોડીએ તો બે શબ્દો મળે. રાચકઅયન. એટલેકે રામથી વિમુખ થયેલા જીવોને જે રામ પ્રત્યે અભિમુખ કરાવે તે ગ્રંથ એટલે રામાયણ. મૃત્યુ આવે તો કેવી રીતે મરવું તે આપણને શ્રીમદ્ ભાગવત શીખવે છે અને જીવન કેવી રીતે જીવવું, કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ. તે આપણને રામાયણ શીખવે છે. શ્રીમદ્ ભાગવતની રચના થઈ ગંગા નદીના કિનારે અને આદિકાવ્ય રામાયણની રચના થઈ તમસા નદીના કિનારે.
પરમાત્મા શ્રી રામનાં દર્શન
કરવાથી જ માનવજીવન સફળ થાય છે. શ્રીરામ સર્વસદ્ગુણોના ભંડાર છે. જે શ્રી રામજીની
સેવા કરે, રામજીના સદ્ગુણો જીવનમાં ઉતારે તેનું
જીવન શ્રી રામના જેવું બને.
ઇલિયડમાં
તો રાણી હેલન પોતાના પતિને છોડીને તેના પ્રિયતમ સાથે ભાગી ગયેલી છે. જ્યારે સીતાને
જબરજસ્તીથી તેના પતિવ્રત્યનો ભંગ કરવા માટે રાવણ તેનું અપહરણ કરીને લઈ ગયો છે.
છતાંય તેનું પતિવ્રત્ય ભ્રષ્ટ થયું નથી. એવી પરમ પવિત્ર સીતા છે. રામાયણમાં એક
વિશિષ્ટ નૈતિક આદર્શ મૂર્તિમંત કરવાનો કવિશ્રેષ્ઠ વાલ્મીકીએ સફળ પ્રયત્ન કર્યો છે.
એટલે રામાયણ એ ઇલિયડ ઉપરથી લીધેલી પ્રેરણા તો નથી જ.
‘‘poetry is the sponyaneous overflow of powerful feeling’’ એવું આ કાવ્ય છે.
રામ મનુષ્ય હતા અને મર્યાદા-પુરુષોત્તમ બન્યા તે જ રામાયણની વિશિષ્ટતા છે. આથી જ શ્રીમદ્ ભગવદ્ગીતામાં પ્રભુના મુખારવિંદમાંથી શબ્દો સરી પડયા કે ‘રામ: શસ્ત્ર જાૃતમિહિમ્ ।’
આજે સવારે રામને કહેવામાં આવ્યું કે, હે રામ, આવતી કાલે તારો રાજ્યાભિષેક છે. અને બીજા દિવસે સવારે તેમને જણાવવામાં આવ્યું કે રામ, તારે ચૌદ વર્ષ વનવાસ કરવાનો છે. છતાં જેના મુખ પર દુઃખની એક લકીર પણ દેખાઈ નથી.