વખાણ સાંભળવા દરેક લોકોને ખુબજ પસંદ હોય છે. પ્રશંસા અને પ્રસન્નતા એક બીજા સાથે જોડાયેલી છે, હંમેશા પ્રસન્ન મન નવા અને સકારાત્મક વિચારોને જન્મ આપે છે.
પ્રશંસા કરવી એ પણ એક કળા છે જે દરેક લોકોના હાથની વાત નથી, ઘણા લોકો પ્રશંસા કરવામાં ખુબજ કંજુસી કરે છે. ઘણા ઓછા લોકો એવા હોય છે જે પ્રશંસા ખુલ્લા મનથી કરી શકતા હોય છે.
જેમની પાસે પ્રશંસા કરવાની કળા હોય છે. ખુબજ ઓછા લોકો એવા હોય છે જે દિલથી બીજા લોકોની પ્રશંસા કરી શકતા હોય છે. ઘણા લોકો તો ફક્ત પોતાના લાભ માટે જ બીજાની પ્રશંસા કરે છે.
જો આપણે કોઈની પ્રશંસા કરીએ તો તેને પ્રોત્સાહન મળે છે, જયારે આપણે કોઈ વાતને લઈને તેમની પ્રશંસા કરીએ છીએ તો તેની અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે તે કોઈ પણ કાર્ય વધુ સારી રીતે પૂર્ણ કરી શકે છે.
એમ પણ ઘણી વાર આપનું અંતરમન જે વસ્તુ ને સાચી સમજી લે છે આપણે પણ એવા જ બની જઈએ છીએ આ બાબતમાં રામાયણ અંતર્ગત કહેવાયેલ એક વાત અમે જણાવીશું.
રામચરિત માનસ ના કિષ્કિન્ધા કાંડ માં જયારે હનુમાને સીતાજી ની શોધ કરવ માટે સમુદ્ર પાર કરવો હતો એ સમયે તેઓ ઉદાસ અને ચુપચાપ બેઠા હતા ત્યારે જામવંતજી એ હનુમાનજી ની પ્રશંસા કરી અને તેને પ્રોત્સાહિત કર્યા જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તેને સાગર પાર કરવાની તાકાત વધી ગઈ.
આમ પણ સામાન્ય શબ્દોમાં સમજી જઈએ તો પોતાના વખાણ સાંભળવા કોને ના ગમતા હોય. દરેક લોકો ઈચ્છતા હોય છે કે તેના કામના, તેના પ્રયત્નોના લોકો વખાણ કરે. વખાણ કરવાથી મનને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. વ્યક્તિત્વમાં પ્રશંસા કરવાથી નીખર આવે છે.