કેન્દ્રીય મંત્રીએ છેડ્યો અનામતનો મુદ્દો, કહ્યું ગુજરાતમાં પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ ન કરી શકાય…

કેન્દ્રીય સામાજિક અને ન્યાય ખાતાના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદારોને અનામત મળવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પટેલ, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને જ અનામત મળવી જોઈએ. આ બધા નો obc માં સમાવેશ થઈ શકે નહીં.

કેન્દ્રીય મંત્રીએ વધુ માં જણાવ્યું કે, સમગ્ર દેશમાં જાતિ વ્યવસ્થા છે. પંરતુ કાયદામાં નાબૂદ થઈ ગઈ છે. અમારો ધ્યેય બધાને ન્યાય આપવાની કામગીરી કરવાનો છે. સમગ્ર દેશમાં કુલ 1 લાખથી પણ વધુ ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે. કેટલાક લોકોને દલિત પ્રત્યે નફરત છે.

અમારી પહેલેથી માગ રહી છે કે મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ 8 લાખથી ઓછી આવક ધરાવે છે તેમને કોઈ પણ કિંમત પર અનામત આપવી જોઈએ. ખૂબ કોઈ હિન્દુની સંખ્યા ઓછી થવાનો સવાલ નથી. વન ફેમિલિ વન ચાઈલ્ડનો કાયદો હોવો જોઈએ એવો અમારી પાર્ટીનો આગ્રહ છે.

વધુમાં કહ્યું કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો સારો વિકાસ થયો છે. નરેન્દ્ર મોદી ખૂબ જ વિચારીને કામ કરે છે, રાહુલ અને મોદીની તુલના ના કરો. મોદી સરકાર મિલકતો વેચવા નું કામ કરે છે તે બોલવું સમજદારી ભર્યું નથી.

રાજીવ ગાંધીના સમયમાં પંદર પૈસા જનતા સુધી પહોંચતા હતા, આજે જનતા પાસે પુરે પૂરા પૈસા પહોંચે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ રાજ્ય સરકારોએ પણ જનતાને રાહત મળે તે માટે નિર્ણય લેવા જોઈએ. સમાન નાગરિક ધારો લાવવાની જરૂર છે. આ બાબતે તેઓ વડાપ્રધાન સાથે વાત કરશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer