રામેશ્વર ધામ એક તીર્થસ્થાન ના રૂપમાં પ્રસિદ્ધ થયેલું છે. અને રામેશ્વર ને ભારતના ચારધામમાંનું એક ધામ માનવામાં આવે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામ રૂબરૂ આવ્યા હતા. તામિલનાડુ ની અંદર આવેલ આ રામેશ્વર ગામને મુક્તિધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રામેશ્વર ધામ થી જોડાયેલી આ 10 એવી હકીકતો કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય.
- રામેશ્વર ધામ તામિલનાડુ ની અંદર આવેલા રામનાથપુરમ જિલ્લાનું એક ગામ છે. જેની અંદર બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આવેલું છે.
- કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણ સાથે યુદ્ધ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામને આ વાતનો અહેસાસ થયો. અને તેણે ભગવાન શ્રી શંકરને પ્રસન્ન કર્યા હતા તને જેથી કરીને ભગવાન શ્રી રામ ની જીત નિશ્ચિત થઈ હતી.
- ભગવાન શ્રી શંકરના આ મંદિરની અંદર મીઠા પાણીના ૨૪ કુવા આવેલા છે. અને કહેવાય છે કે આ કુંડનું નિર્માણ ભગવાન શ્રીરામે પોતાના તીરથી કરેલું હતું.
- રામેશ્વર ની અંદર આ જગ્યાએ ભગવાન શ્રી રામે રાવણ ઉપર જીત મેળવ્યા બાદ ભગવાન શંકરની પુજા કરી હતી. અને આ માટે માતા સીતા એ રેતીમાંથી ત્યાં એક શિવલિંગ બનાવ્યું હતું.
- માતા સીતા દ્વારા આ શિવલિંગ રેતીમાંથી બનાવવાના કારણે હનુમાનજીને ઘણું બધું દુખ થયુ હતું. જેથી કરીને માતા સીતાએ હનુમાનજીની એ ભાવનાઓને સમજી અને રેતીના એ શિવલિંગને હટાવી ત્યાં પોતાના દ્વારા લાવેલું શિવલિંગ રાખી દેવાનું કહ્યું હતું. પરંતુ ભગવાન હનુમાનજીએ રેતીનું શિવલિંગ હટાવી શક્યા ન હતા અને ત્યારે હનુમાનજીને પોતાની ભૂલ સમજાઈ હતી.
- જો તમે શિવપુરાણ વાંચ્યું હોય તો તેની અંદર પણ રામેશ્વર ધામ ની મહિમાના ગુણગાન ગાવામાં આવ્યા છે.
- રામેશ્વર ધામ ની રચના કંઇક એ રીતે કરવામાં આવી છે કે તે ખૂબ જ દિલચસ્પ લાગે છે અને ત્યાં અનેક પ્રકારની કલા કાર્યો જોવાલાયક છે.
- જો કોઈપણ વ્યક્તિ રામેશ્વર ધામ જાય અને ભગવાન શંકર ઉપર અભિષેક કરે છે તો તેની સાત પેઢી તરી જાય છે.
- રામેશ્વર મંદિરની આસપાસ અનેક હિન્દુ તીર્થસ્થળ આવેલા છે જેની અંદર હનુમાન કુંડ અમૃત વાટિકા અને વગેરેનો સમાવેશ થાય છે.
- મંદિરની પાસે એક જ જગ્યા એવી છે કે જ્યાં ભગવાન શ્રીરામ અને વિભીષણ સૌથી પહેલી વખત મુલાકાત કરી હતી.