અરાવલીના પર્વતો વચ્ચે આવેલ રણકપુર જૈન મંદિરની ખુબસુરતી.

રાજસ્થાનના પાલી જીલ્લામાં આવેલ રણકપુરનું જૈન મંદિર ભારતીય સ્થાપત્ય કલાનું અદ્ભુત નમુનો છે. આ મંદિર જૈન ધર્મના ૫ પ્રમુખ તીર્થસ્થાનો માંથી એક છે. આ સ્થાન ખુબસુરતી થી તરાસવામાં આવેલા પ્રાચીન જૈન મંદિરો માટે પ્રસિદ્ધ છે.  

એવું માનવામાં આવે છે કે આ મંદિરોનું નિર્માણ ધન્ના નામના એક શેઠે કારવ્યું હતું આ શેઠે મહારાણા કુંભથી આ મંદિરો માટે જમીન ખરીદી હતી અહી સ્થિત પ્રમુખ મંદિરને ‘રણકપુરનું ચાર મુખવાળું મંદિર’ કહેવામાં આવે છે. આ મંદિર સિવાય હજુ બે જૈન મંદિર છે. જેમાં પાશ્વનાથ અને નેમિનાથની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. એક વૈષ્ણવ મંદિર સૂર્યનારાયણનું પણ છે.   

રાજસ્થાનમાં અરાવલી ઘાટીઓના મધ્યમાં સ્થિત રણકપુરમાં ઋષભદેવનું ચતુર્મુખી જૈન મંદિર ચારો તરફ જંગલોથી ફેલાયેલું છે. અને આ મંદિરની ભવ્યતા અદ્ભુત છે. રણકપુર મંદિર ઉદયપુરથી ૯૬ કિમીની દુરી પર છે. મુખ્ય મંદિર પ્રથમ જૈન તીર્થકર આદિનાથને સમર્પિત ચતુર્મુખ મંદિર છે. આ મંદિર ચારો દિશાઓમાં ખુલે છે. મંદિરમાં લગભગ ૭૨ ઈચ ઉચી મૂર્તિઓ ચાર અલગ અલગ દિશાઓ બાજુ ઉન્મુખ છે. તેથી તેને ચતુર્મુખ મંદિર કહે છે. મંદિરમાં ૭૬ નાના ગુમ્બદનુમા પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થના કક્ષ તથા ચાર મોટા પૂજા સ્થળ પણ છે.  

મંદિરનું પરિસર લગભગ ૪૦ હઝાર વર્ગ ફૂટમાં ફેલાએલું છે. લગભગ ૬૦૦ વર્ષ પહેલા ૧૪૪૬ વિક્રમ સવંતમાં આ મંદિરનું નિર્માણ કાર્ય શરુ થયું હતું જે ૪૦ વર્ષોથી વધુ સમય સુધી ચાલ્યું. તેના નિર્માણ મા લગભગ ૯૯ લાખ રૂપિયા ખર્ચ થયા મંદિરમાં ચાર કલાત્મક પ્રવેશ દ્વાર છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં તીર્થકર આદિનાથની સંગેમરમરથી બનેલી ચાર ભવ્ય મૂર્તિઓ છે.

સંગેમરમરથી બનેલા આ મંદિરમાં ૨૯ વિશાળ રૂમ છે જ્યાં લગભગ ૧૪૪૪ સ્થંભ છે. તે બધા અનોખા છે. તેનું નકશીકામ એક ને બીજા સ્તંભથી અલગ પાડે છે. મંદિરની પાસે બનેલા ગલીયારામા બનેલા મંડપોમાં બધા તીર્થકરોના ફોટા લગાવેલા છે બધા સ્તંભોમાં શિખર છે. અને તેની ઉપર ઘંટી લગાવેલી છે. હવા ના કારણે આખા મંદિરમાં તેનો અવાજ ગુંજે છે.

મંદિરના નિર્માતાઓએ ભવિષ્યમાં કોઈ મુસીબતનું અનુમાન લગાવીને એક ભોયરામાં રૂમ પણ બનાવ્યો છે. તેમાં પવિત્ર મૂર્તિઓને સુરક્ષિત રાખી શકાય છે. સંગેમરમરના ટુકડા પર ભગવાન ઋષભદેવના પદ્ચિન્હ પણ છે. તે ભગવાન ઋષભદેવ તથા શત્રુંજયની શિક્ષાની યાદ અપાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer