શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે…
શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે. જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ઠાન. આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે.
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહી કરાય એવું માનીએ છે. લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે.