મેષ : આજે તમારા અટકેલાં કામ પૂરા થશે. મનમાં કોઈપણ દબાણ સતત બનેલ રહેશે. જો તમે વેપારી છો તો વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે. પરણિત મિત્ર આજે સાંજે કોઈ પ્રસંગમાં જવાનો પ્લાન બનાવી શકશે. અધિકારીઓ સાથે મળીને અમુક કામ વધુ સારું કરવા માટે પ્રયત્ન કરી શકશો.
વૃષભ : ઓફિસમાં આજે કોમ્પિટિશન વધી શકે છે. એવામાં આજે ખૂબ મહેનત કરવાની જરૂરત છે. સ્વાસ્થ્ય પર ધ્યાન અપવાની જરૂરત છે. આજે કોઈ પુરસ્કારથી તમને સન્માનિત કરવામાં આવશે. આજે બેદરકારી તમને નુકશાન પહોંચાડી શકે છે.
મિથુન : આજે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. આજે બીજાનું કામ કરવા માટે દોડધામ વધી જશે. આમ કરવાથી થાક અનુભવશો. અમુક પરિસ્થિતિ મુશ્કેલીઓ ઊભી કરશે. જૂનો રોગ મટી જશે. પ્રેમ પ્રસંગ માટે અનુકૂળતા રહેશે.
કર્ક : આજે શુભ સમાચાર મળશે જેનાથી તમને આનંદ મળશે. તમને લાભ થવાના યોગ છે. વૃધ્ધ મહિલાના આશીર્વાદ મળવાથી ઉન્નતિના ચાન્સ છે. વેપારમાં તમારી ધારણા પ્રમાણે તમને ફાયદો મળશે. ઘણા સમયથી ચાલી રહેલ વિવાદનો આજે અંત આવશે. પરિવારનો સહયોગ મળશે.
સિંહ : આજે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બેદરકારી કરવી નહીં. પૈસા ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. અટકેલાં કામ બીજાની મદદથી પૂરા થશે. વધુ સારા પ્રયત્નથી વધુ સારા ચાન્સ તમને મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.
કન્યા : જમીન મિલકતના કામમાં ફાયદો થશે. સારા સમાચાર મળવાના યોગ છે, કોર્ટ કચેરીના કામમાં થોડા વ્યસ્ત થઈ જશો. તમારા દુશ્મનોને આજે હળવાસથી લેશો નહીં. આજે અમુક બાબતમાં તમારે સમજૂતી કરવી પડશે. પ્રેમ સંબંધ ખરાબ થઈ શકે છે.
તુલા : આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ઓફિસમાં ઉપરી અધિકારી સાથે બેઠક થઈ શકે છે. કોઈ સાથે વિવાદ થવાનો પણ ચાન્સ છે. આજે અમુક એવી વાત તમને હેરાન કરશે જેનાથી તમે પીછો છોડાવવા માંગો છો. નાના વેપારીઓને અમુક મુશ્કેલીઓ થઈ શકે છે.
વ્રુશિક : મહેનત કરવાથી તમારા દૈનિક કામ સમય પર પૂરા કરી શકશો. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજે કસરત અને યોગા કરો. જીવનસાથીને લાભ મળી શકે છે. જો કોઇની મદદ કરશો તો તમને સામાજિક સ્તર પર નામના મળશે. નોકરીમાં ચાલી રહેલ સમસ્યા દૂર થશે.
ધન : આજે પરિવારમાં પ્રેમ વધશે. તમારા કાર્યસ્થળ તરફથી આજે સારા સમાચાર મળશે. જીવનસાથી સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળશે. આજે નિયમિત દિનચર્યા સરળતાથી પાર પડવા માટે ખાવા પીવામાં સાવચેતી રાખવી. નવા કામની શરૂઆત કરી શકશો.
મકર : આ રાશિના જાતકોને પ્રમોશન મળવાના ચાન્સ છે. કોઈપણ કામ માટે તમારા તરફથી કરવામાં ક્યારેય સંકોચ કરવો નહીં. આજે તમારું સાહસ અને હિમત વધેલી જોવા મળશે. લવ લાઈફમાં લગ્નની વાત કરવા માટે આજે સારો સમય છે. તમારી વાણીમાં નરમાશ લાવો.
કુંભ : આજે કાર્યક્ષેત્રમાં ઉતારચઢાવ રહેશે. આજે વેપારમાં તમને આર્થિક લાભ અને ધનલાભના યોગ છે, વધારાના ખર્ચ કરવામાં કંટ્રોલ કરો. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ થઈ શકે છે. આજે કોઈ સાથે વધારાના વાદ વિવાદમાં ઊતરવું નહીં. ગુસ્સા પર કાબૂ રાખવાની જરૂરત છે. કોઈ દાહરમીક યાત્રા પર જઈ શકો છો.
મીન : આજે પોતાને ફિટ રાખવા માટે તમારે યોગ કરવાની જરૂરત છે. તમારા કરિયરને લઈને ચિંતા વધશે. માથાનો દુખાવો તમને હેરાન કરશે. નવા કામનું શરૂઆત આજે કરવી નહીં. તમને આજે વેપારમાં ફાયદો થવાનો છે અને નોકરી કરતાં મિત્રોને પ્રમોશન મળી શકે છે. આજે કોઈ કારણ વગર મન બેચેન રહેશે.