18 નવેમ્બરે ગુરુ રાશિ બદલીને વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન ગુરુની સ્વામિત્વવાળી રાશિ છે. ગુરુ લગભગ 13 મહિનામાં રાશિ બદલે છે. તેના પહેલાં ધન રાશિમાં ગુરુ ,સન્ 2007-2008 રહ્યો હતો. હવે 13 મહિના સુધી ગુરુ ધન રાશિમાં જ રહેશે. આ કાળમાં દરમિયાન ગુરુ થોડો સમય વક્રી પણ રહેશે. જાણો 12 રાશિઓ ઉપર ગુરુની કેવી અસર રહેશે :
કન્યા રાશિ-
ચોથો ગુરુ ધનની આવકને નબળી બનાવી શકે છે. વેપાર માટે વધુ પ્રયાગો કરવા પડશે. બચત ઘટશે અને જમાપુંજીમાંથી ખર્ચ કરવો પડી શકે છે.
તુલા રાશિ-
ત્રીજો ગુરુ તમારી પોઝિશનને સુધારશે. સમયમાં સુધારો થશે અને પ્રમોશનની તકો મળશે અને અનેક અટવાયેલાં કામોમાં ગતિ આવશે. સમયસર લક્ષ્ય પૂરું કરવામાં સફળ થશો.
વૃશ્ચિક રાશિ-
બીજો ગુરુ પહેલાં કરતાં સ્થિતિને વધુ સારી બનાવશે. કામ કરવાની સ્થિતિ અનુકૂળ રહેશે અને વેપાર-નોકરીમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે. જાન્યુઆરી 2020ના અંતે સમય સર્વશ્રેષ્ઠ થઈ જશે.
ધન રાશિ-
પ્રથમ ગુરુ સ્વરાશિનો હોવાથી લાભ પ્રદાન કરશે. ધનની આવકમાં વધારો થસે અને દેવાની પરિસ્થિતિઓમાં સુધારો થશે. ધર્મના કામમાં રસ જાગશે. મનમાફક કામ થઈ શકશે.
મેષ રાશિ-
ગુરુની નવમી સ્થિતિ પાછળનું બધુ નુકસાન સરભર કરી દેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. દુશ્મનોનો નાશ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે અને સરકારનો સહયોગ મળી રહેશે.
વૃષભ રાશિ-
આઠમો ગુરુ આર્થિક આઝાદી ઉપર નિયંત્રણ લગાવી શકે છે. આ વર્ષે બચતને મહત્વ આપવું પડશે અને સંભાળીને રહેવું પડશે. વધુ દેખાડો કરવાથી બચવું પડશે. ધનના સદઉપયોગ અને જરૂરી કાર્યોમાં વાપરવું હિતાવહ રહેશે.
મિથુન રાશિ-
સાતમા ગુરુની સ્થિતિ સમાન્ય ફળ આપતી રહેશે. જરૂરી કામો થતાં રહેશે તથા ધનની આવક સામાન્ય રહેશે. પરિવારની સ્થિતિ સંતોષજનક રહેશે. લગ્ન વગેરે કામની બાધાઓ દૂર થશે.
કર્ક રાશિ-
છઠા સ્થાને ગુરુ સારો લાભ આપશે અને બેરોજગારોને રોજગાર પ્રાપ્ત થશે. નવા વસ્ત્ર અને આભૂષણો પ્રાપ્ત થશે અને બીજા ભૌતિક સુખોમાં વધારો થશે. ડિસેમ્બરમાં કોઈ મોટું કામ થવાની શક્યતા છે.
સિંહ રાશિ-
પાંચમો ગુરુ લાભ વધારશે અને વેપારમાં પ્રગતિની સાથે નોકરી કરનારા લોકોને પણ પ્રમોશનની સાથે ધનનો લાભ થશે. હોદ્દામાં વધારો થશે અને સન્માન પણ પ્રાપ્ત થશે. આ સમયે દરેક દ્રષ્ટિએ ફાયદો થતો રહેશે.
મકર રાશિ-
બારમો ગુરુ આવકને અસર કરી શકે છે. સંભાળીને રહેવું પડશે અને વિવાદો નજીક આવવા ન દો. કામને સમજી-વિચારીને કરો. આવકને સુરક્ષિત રાખો. સરકારી લોકો સાથે સામે પડવાનો પ્રયાસ ન કરો અને બધા ડોક્યુમેન્ટ અપડેટ કરો.
કુંભ રાશિ–
અગિયારમો ગુરુ વિશેષ આર્થિક લાભની સ્થિતિઓ પેદા કરશે. સફળતાઓ પ્રાપ્ત થવાનો સમય રહેશે અને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. મનગમતી ઈચ્છાઓને પણ પૂરી કરી શકો. પારિવારિક મામલાઓમાં સુધારો થશે.
મીન રાશિ-
દશમો ગુરુ આવકમાં ખોટ નહીં પડવા દે અને હવે સમયમાં સુધારો થશે. પાછલા દિવસોમાં ચાલતી પરેશાનીઓનો અંત આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.