મેષ : આજે અમુક નવી વસ્તુઓ શિખશો. તમારી લાગણીને કાબૂમાં રાખો. જીવનસાથીનો સપોર્ટ મળશે. વેપારમાં ભાગીદારી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો અંત આવશે. આજે કોઈ નવી યોજના પર કામ કરી શકશો. પ્રેમીઓ માટે આજે સારો દિવસ.
વૃષભ : આજે તમારા અટકેલાં પૈસા પાછા મળશે. આઆમ થવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સારી થઈ જશે. જીવનસાથી પર વિશ્વાસ રાખવો. કોઈપણ કામ કરતાં પહેલા તેના હકારાત્મક ને નકારાત્મક બંને પાસા વિચારી લેવા. આજે તમારે બહુ સાચવીને ચાલવાની જરૂરત છે. લાગણીશીલ બનશો નહીં.
મિથુન : આજે તમારી માટે સફળતાના દરવાજા ખૂલી જશે. મિત્રો સાથે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જએ લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળશે. આજના દિવસે જએ ફ્રી સમય હોય તેનો ભરપૂર લાભ ઉઠાવજો અને પરિવાર સાથે કેટલીક યાદગાર ક્ષણ બનાવજો.
કર્ક : કોઈ જૂના સંબંધમાં વધુ મજબૂતાઈ આવશે. માતા પિતાના સહયોગથી તમે સફળતાના માર્ગે હશો. નાના વેપારીઓને ખૂબ લાભ થશે. તમારા મનમાં કેટલાક નવા લક્ષ્ય બનાવશો. થોડા પોઝિટિવ પરિવર્તન જોવા મળશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે.
સિંહ : આજે તમે શાંત અને ટેન્શન ફ્રી અનુભવશો. તમારી માનસિક શક્તિ મજબૂત થશે. જો કોઈ નવા કામની શરૂઆત કરવા માંગો છો તો તે સાથે જોડાયેલ લોકોની સલાહ જરૂર લેવી. જીવનસાથી સાથે બેસીને વાત કરી જએ પણ વિવાદ છે તેને પૂરો કરો. વેપારમાં ફાયદો થશે.
કન્યા : આજે તમારું ટેલેન્ટ દુનિયાને બતાવી શકશો. વેપારીઓને અમુક બાબતએ આજે ધીરજ રાખવી પડશે. યાત્રા તમને થાક અને તણાવ બંને આપશે પણ આર્થિક રીતે ફાયદો થશે. પરિવાર અને મિત્રો સાથે સાંજે કોઈ પ્લાનિંગ કરી શકશો. પ્રેમીઓને આજે થોડી નિરાશા મળશે.
તુલા : આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ ઊંચા લેવલ પર હશે. તમારા અટકેલાં કામ તમને આગળ જતાં અટકાવશે એટલે આજે જ પૂરા કરો. આજે ઘર સાથે જોડાયેલ ઇન્વેસ્ટમેન્ટ તમને ફાયદો કરાવશે. પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. આજે અમુક સકારાત્મક ઘટના તમારી સાથે બનશે.
વ્રુશિક : આજે તમે તમારા વિરોધી અને તમારા દુશ્મનો પર ધ્યાન આપવાની જગ્યાએ તમારા કામ પર ધ્યાન આપો. સાંજનો સમય આજે માતા પિતાની સેવામાં પસાર કરવો. જો સંતાનના લગ્નમાં કોઈ મુશ્કેલી આવી રહી છે તો તે કોઈ મિત્રની મદદથી દૂર થશે. આવકનો નવો સ્ત્રોત ઊભો થશે.
ધન : આજે કોઈ મિત્રના સહયોગથી તમને લાભ મળશે. તમારા વિચારો તમને સન્માન અપાવશે. આવકના નવા રસ્તા ખુલશે. લગ્નમાં કોઈ બાધા આવી રહી છે તો તે દૂર થશે. આજે તમારા સિનિયર તરફથી તમને સારો સહયોગ મળશે. આજે કોઈ બીજા પર આંખ બંધ કરી વિશ્વાસ કરવો નહીં.
મકર : આજે કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. વેપારમાં વધારો થશે. નવું મકાન કે જમીન બાબતે પૈસા ખર્ચ થશે. ભાગીદારીમાં એકબીજા વચ્ચે વાતચીત ના થવાથી થોડા સાવધાન રહો. અચાનક લાભ થવાના યોગ છે. આજે થાક દૂર કરવા ધાર્મિક વૃતિમાં મન લગાવો.
કુંભ : આજે પૂજા પાઠમાં મન લાગશે. પિતાના વેપારમાં વધારો થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે શ્વાસની તકલીફવાળા દર્દીઓએ સાચવીને રહેવું. સત્સંગનો લાભ મળશે. તમારા માતા પિતાની મદદ આજે તમને મળશે. તમે આજે માનસિક અને ભાવનાત્મક રીતે સશક્ત અનુભવશો.
મીન : કોઈ તમારાથી નારાજ છે તો મનાવવા માટે આજે સારો સમય છે. તમારા દ્વારા કોઈનું દિલ દુખે નહીં તે ધ્યાન રાખજો. ઓફિસમાં વધારાનું પ્રેસર ના લેવા માંગતા હોય તો ધ્યાન કામ પર લગાવો. ધાર્મિક યાત્રા કરી શકશો. ઘરના બધા સભ્યો જવાબદારીમાં થોડો બોજ ઓછો કરશે.