કિસ્મત, ભાગ્ય, નસીબ અને લક આ બધું એક જ છે. તમે એને કોઈ પણ નામથી બોલાવી લો, પરતું તમારું આખું જીવન એના પર જ આધારિત હોય છે. તમારું ભાગ્ય સારું હશે તો તમારું જીવન સફળ અને સુખી બની શકે છે અને જો ખરાબ હશે તો તમે કરોડપતિ હોવા છતાં રોડ પર આવી શકો છો.
આપણે આપણા તરફથી જેટલી પણ મહેનત કરી લઈએ, પરતું આજે પણ દુનિયા માં ઘણી વસ્તુ એવી છે જે કિસ્મત ના દમ પર જ ચાલે છે. એ જ વાત ને ધ્યાન માં રાખતા અમે તમારા કિસ્મત ની એક ચાવી એટલે કે અંક બતાવવા જઈ રહ્યા છીએ. દરેક રાશિનો એમનો એક લક્કી અંક હોય છે.
એવામાં આ અંક નો ઉપયોગ તમે કોઈ પણ જરૂરી કામ ને કરવા માટે કરી શકો છો. આ અંક વાળી તારીખ ના રોજ કોઈ મહત્વપૂર્ણ કામ શરુ કરી શકો છો. આ અંક નો પ્રયોગ તમે શુભ સમય ના રૂપમાં પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિઓ ના ભાગ્યશાળી અંક ક્યાં ક્યાં છે.
મેષ: આ રાશિના લક્કી અંક ૧, ૪, અને ૧૨ છે. એનાથી તમારી કિસ્મત ના તારા ચમકી શકે છે.
વૃષભ: આ ર્શીના લોકો માટે ૨, ૬ અને ૮ અંક ભાગ્યશાળી ગણાય છે. આ એની કિસ્મત ની સાચી ચાવી હોય છે
મિથુન: ૧, ૫ અને ૭ એના લક્કી નંબર હોય છે. આ અંક નો ઉપયોગ તમારું ભાગ્ય અજમાવવા માં કરી શકો છો.
કર્ક: ૮, ૯ અને ૧૧ એની કિસ્મત ચમકાવવા માટેના અંક છે. આ અંક એને ક્યારેય નિરાશ કરતા નથી.
સિંહ: આ રાશિની વાત કરવામાં આવે તો ૬, ૧૨ અને ૧૮ એના માટે ભાગ્યશાળી નંબર હોય છે.
કન્યા: આ રાશિના લોકો ૧, ૩ અને ૧૭ ને એમનો લક્કી નંબર માની શકે છે. એનાથી એની કિસ્મત ચમકવા લાગે છે.
મકર: આ રાશિના લોકો ને ઘણી વાર લક ની જરૂરત હોય છે. એવામાં આ રાશિના લોકો ૪,૮ અને ૧૬ નંબર નો ઉપયોગ કરી શકે છે.
તુલા: ૨, ૯ અને ૨૧ એના માટે મેજિક નંબર નું કામ કરે છે. એના ઉપયોગ થી આ રાશિના લોકો એમની કિસ્મત ને ખુબ જ સારી કરી શકે છે.
વૃશ્ચિક: એને પણ ભાગ્ય નો સાથ ખુબ જ મુશ્કેલી થી મળે છે. એને ચમકાવવા માટે આ રાશિના લોકો ૦, ૨, ૯ અને ૧૫ નંબર નો ઉપયોગ કરી શકે છે.
ધનુ: આ રાશિના લોકો એ ૫, ૧૦ અને ૨૦ અંક ને પોતાનો લક્કી નંબર માની લેવો જોઈએ.
કુંભ: ૮, ૧૭ અને ૨૩ નંબર આ રાશિના લોકો ના જીવન માં ખુબ જ ખુશીઓ લાવી શકે છે.
મીન: હવે એને લક્કી નંબર ની જરૂરત ઓછી જ પડે છે, પરતું છતાં પણ આ રાશિના જાતકો ૧, ૬ અને ૧૧ નંબર નો ઉપયોગ કરી શકે છે.
જો તમે આ નંબર નો ઉપયોગ એકદમ યોગ્ય રીતે કરશો તો તમારા વર્તમાન ભાગ્ય માં થોડો વધારો થઇ શકે છે. આ નંબર ને તમે કોઈ પણ રૂપમાં કરી શકો છો. આ નંબર ભવિષ્ય માં તમારી ખુબ જ મદદ કરી શકે છે.