કોરોનાને રોકવા માટે વેક્સિનેશન કરાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. લોકોની ભીડ વધુ રહે છે તેવા ઓદ્યોગિક એકમના કર્મચારીઓ, સંચાલકો માટે રસી લેવાનું ફરજીયાત બનાવાયુ છે . 15 ઓગષ્ટ સુધીની મુદ્દત અપાઈ છે.
15 પછી પણ રસી ન લેનાર સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે. પોલીસ કમિશનરે બહાર પાડેલ જાહેરનામાં અનુસાર, વ્યાવસાયિક એકમ સાથે જોડાયેલ લોકોએ તા. 15 ઓગષ્ટ સુધીમાં કોરોના વેક્સિન લેવી ફરજીયાત છે.
તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, રેસ્ટોરન્ટ, તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ, જીમ, કોચીંગ સેન્ટરો, ટયૂશન કલાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ, પબ્લિક અને પ્રાઈવેટ બસ, સિનેમા થિએટરો ઉપરાંત ગણેશ મહોત્સવ સાથે સંકળાયેલા લોકો અથવા તો કર્મચારી, સંચાલકોએ કોરોના રસી લેવા માટે તા. 15 ઓગષ્ટ સુધી મુદ્દત લંબાવવામાં આવી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 40,134 નવા કેસ નોંધાયા છે. – ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, સમાન સમયગાળામાં મૃત્યુમાં 422 નો વધારો થયો છે ભારતમાં કોવિડમાં 11 અઠવાડિયા સુધી સતત ઘટાડો થયા બાદ કેસોમાં 7.5% નો વધારો નોંધાયો છે.
સંશોધકોએ જણાવ્યું છે કે, ભારતમાં ઓગસ્ટની શરૂઆતમાં જ કોવિડ -19 ના કેસોમાં વધારો જોવા મળી શકે છે જ્યારે ત્રીજી લહેરમાં કેસમાં એક દિવસમાં 100,000 થી 150,000 સુધી પહોંચી શકે છે.
ભારતમાં કોવિડમાં 11 અઠવાડિયા સુધી સતત ઘટાડો થયા બાદ કેસોમાં 7.5% નો વધારો નોંધાયો છે. ભારતે વર્તમાન સપ્તાહમાં 26 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન માત્ર 2.86 લાખ નવા કેસ નોંધ્યા છે,
જે અગાઉના સપ્તાહની 2.66 લાખની સરખામણીમાં 7.5% નો વધારો છે. દેશમાં 3 થી 9 મે બાદ પ્રથમ વખત સાપ્તાહિક કેસોમાં વધારો નોંધાયો છે, જ્યારે બીજી લહેર ટોચ પર હતી.