અમદાવાદમાં જાહેર રોડ પર પડેલા ખાડા પૂરવા મ્યુનિ. તંત્ર તમામ પ્રકારનું જોર લગાવી રહ્યું છે, અત્યાર સુધીમાં 10611 ખાડાનું પુરાણ કરી દીધું છે..

મેગાસિટી અને સ્માર્ટ સિટી જાહેર થયેલાં અમદાવાદ શહેરનાં ગણ્યાં ગાંઠ્યા રસ્તાઓને બાદ કરતાં મોટાભાગનાં રોડ ઉપર નાનામોટા ખાડા અને ડામર ઉખડી ગયાં બાદ વિકાસ ગાંડો થયો છે તેવા બેનરો લાગે તે પહેલાં મ્યુનિ.ઇજનેર ખાતાએ ૧૦ હજારથી વધુ જગ્યાઓએ પેચવર્કનાં કામો પૂરા કરી દીધા છે અને હજુ પેચવર્કની કામગીરીનો ધમધમાટ ચાલુ જ છે.

અમદાવાદ માં છેલ્લાં કેટલાંક સમયમાં જાહેર રોડ પર પડેલા ખાડા પૂરવા મ્યુનિ. તંત્ર તમામ પ્રકારનું જોર લગાવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પડેલા 10899 ખાડા પૈકી મ્યુનિ.એ 10611 ખાડાનું પુરાણ કરી દીધું છે. હવે માંડ 288 જ ખાડાનું પુરાણ બાકી હોવાનો મ્યુનિ. એ દાવો કર્યો છે.

શહેરમાં સામાન્ય રીતે વરસાદની સીઝન માં ખાડા પડતાં હોય છે. તે ઉપરાંત ગટર-પાણીની લાઇનો માટે કરાતા વારંવાર ખોદકામથી પણ રોડમાં ખાડા થતાં હોય છે. જે ખાડા પુરાણ પછી પણ આગામી સીઝન માં વરસાદને કારણે લેવલિંગ થવાથી ખાડા ફરી પડે છે.

આ રીતે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 10899 જેટલા ખાડા પડ્યા હતા એવું મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારી ઓએ જણાવ્યું હતું. અમદાવાદના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1929 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અંદાજે કુલ 1893 જેટલા ખાડા પડ્યા છે.

તેની સામે હજુ પણ ખાડાનું રિપેરિંગ કરવાનું સૌથી વધુ દ.પશ્ચિમ ઝોનમાં બાકી છે. નોંધનીય છે કે, મ્યુનિ.એ તમામ ખાડાઓ વેટમિક્સ, કોલ્ડમિક્સ, જેટપેચર, હોટમિક્સથી રિપેરિંગ થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer