ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં આજે પણ લોકો રાવણની પૂજા કરે છે અને રાવણને એના ભગવાન માને છે. અમે વાત કરીએ છીએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં સ્થિત એક ગામ બીસરખના આ ગામ ગૌતમ બુદ્ધ નગર જીલ્લામાં સ્થિત છે. દાવો કરવામાં આવે છે કે રાવણ નો જન્મ આ ગામ માં થયો હતો અને લગભગ એટલા માટે જ બિસરખ માં દશેરા અથવા વિજય દશમી મનાવવામાં આવતી નથી દશેરા ના દિવસે ગામ ના ઘરો માં ચુલા પણ જલાવતા નથી.એક બાજુ જ્યાં પૂરો દેશ રાવણ દહન કરે છે ત્યાં બીજી બાજુ બિસરખ માં આ દિવસે શોક મનાવવામાં આવે છે.
હિંદુ પોરાણિક કથાઓ ને અનુસાર રાવણ નો જન્મ વિસરખ ના એક બ્રાહ્મણ પરિવાર માં થયો હતો એના પછી રાવણ શ્રીલંકા માં રાજ કરવા લાગ્યો.રાવણ નું બચપણ આ ગામ વીત્યું હતું. રાવણ જેટલો ક્રૂર હતો એટલો જ બુદ્ધિમાન પણ હતો એને ‘પ્રકાંડ વિદ્વાન ‘ માનવામાં આવતો હતો.જયારે રાવણ એના જીવન ના અંતિમ ક્ષણો માં હતો ત્યારે ભગવાન રામ એ લક્ષ્મણ ને રાવણ ની પાસે સીખ લેવા માટે મોકલ્યા હતો.
આ ગામ નું નામ રાવણ ના પિતા વિશ્વા ના નામ થી બિસરખ પડ્યું.બિસરખ માં સૌથી વધારે લોકો બ્રાહ્મણ જાતિ ના છે.રાવણ ના વાસ્તવિક વંશજ તો શ્રીલંકા માં છે પરંતુ ગામ ના વડીલો આ લોકો ને પણ રાવણ ના વંશજ મને છે.
બિસરખ માં સદીઓ થી રાવણ ની પૂજા કરવામાં આવે છે તે લોકો રાવણ ને ભગવાન મને છે કોઈ પણ શુભ કામ ની પહેલા અહિયાં રાવણ ની આરાધના કરવામાં આવે છે. આ ગામ અમુક મંદિર એવા પણ છે જે ૧૦૦૦ વર્ષ થી પણ જુના છે.