નંદી ને તો દરેક લોકો ઓળખતા જ હશે, ભગવાન શિવના પ્રમુખ ગણોમાંથી એક છે નંદી. નંદી હંમેશા ભગવાન શિવજીની સાથે જ હોય છે. અને નંદી ભગવાન શિવનું વાહન પણ છે. આપણે જોતા હોઈએ છીએ કે જયારે પણ આપણે કોઈ શિવ મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન શિવ ની મૂર્તિની સામે નંદીની મૂર્તિ પણ રાખેલી જ હોય છે એના પરથી જ આપણે નાન્દીનું મહત્વ સમજી શકીએ છીએ.
શિવની ઘોર તપસ્યા પછી શીલાદ ઋષિએ નંદીને પુત્ર રૂપમાં માન્યા હતા. શિલાદ ઋષિએ એમના પુત્ર નંદીને સંપૂર્ણ વેદોનું જ્ઞાન પ્રદાન કરાવ્યું. અલ્પાયુ નંદીએ શિવની ઘોર તપસ્યા કરી. શિવજી પ્રકટ થયા અને એમણે કહ્યું વરદાન માંગ. ત્યારે નંદીએ કહ્યું, હું સદાય તમારા સાનિધ્યમાં રહેવા માંગું છું. નંદીના સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવએ નંદીને પહેલા એમના ગળે લગાવ્યા અને એને બળદ નો ચહેરો આપીને એને એમનું વાહન, એમના મિત્ર, એમના ગણોમાં સર્વોતમના રૂપમાં સ્વીકાર કરી લીધો.
જે પ્રમાણે ગાયોમાં કામધેનું શ્રેષ્ઠ છે એ પ્રમાણે બળદમાં નંદી શ્રેષ્ઠ છે સામાન્ય રીતે શાંત રહેવા વાળા બળદનું ચરિત્ર સારું અને સમર્પણ ભાવ વાળું બતાવવામાં આવ્યું છે. આની સિવાય તે બળ અને શક્તિનું પણ પ્રતિક છે. બળદને મોહ-માયા અને ભૌતિક ઈચ્છાઓથી રહેવા વાળું પ્રાણી પણ માનવામાં આવે છે. આ સીધું-સાધુ પ્રાણી જયારે ગુસ્સે થાય છે તો સિંહ ને પણ ભીડી લે છે. આ બધા કારણ રહ્યા છે જેના કારણે ભગવાન શિવએ બળદને એમનું વાહન બનાવ્યું. શિવજીનું ચરિત્ર પણ બળદ સમાન જ માનવામાં આવ્યું છે.
એક વાર રાવણ ભગવાન શંકરને મળવા કૈલાશ ગયા. ત્યારે એણે નંદીજી ને જોઇને એના સ્વરૂપની મજાક ઉડાવી અને એને વાનરની સમાન મોઢા વાળા કહ્યા. ત્યારે નંદીજીએ રાવણને શ્રાપ આપ્યો કે વાનરોના કારણે જ તારો સર્વનાશ થશે.