રવિ પ્રદોષ વ્રત કથા, જાણો શા માટે કરવામાં આવે છે આ વ્રત

જો રવિવાર હોય અને રવિવારે પ્રદોષ વ્રત આવતું હોય તેને રવી પ્રદોષ વ્રત કહેવાય છે. આજે અમે જણાવીશું પ્રદોષ વ્રત ની કથા તો ચાલો જાણીએ..

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની ધર્મનિષ્ઠ પત્ની પ્રદોષ વ્રત કરતી હતી. તેમને એક પુત્ર હતો અને એક વાર તે ગંગા સ્નાન માટે ગયો. અને રસ્તામાં તેને ચોરો એ ઘેરી લીધો અને તેણે ધમકાવી ને પૂછવા લાગ્યા કે તેના પિતાજી નું ગુપ્ત ધન ક્યાં છે. બાળકે ચોરો ને જણાવ્યું કે તે ખુબજ ગરીબ અને દુખી છે. તેમની પાસે ગુપ્ત ધન ક્યાંથી હોય. ચોરો એ તેની હાલત પર તરસ ખાઈને તેને છોડી મુક્યો.

બાળક તેના રસ્તે ચાલવા લાગ્યો ચાલતા ચાલતા એ થાકી ગયો અને બરગદ ના એક વૃક્ષ નીચે સુઈ ગયો. એ જ સમયે નગર ના સિપાહી ચોરને ગોતતા એ તરફ આવ્યા. તેમણે બ્રાહ્મણ બાળક ને ચોર સમજી બંદી બનાવી લીધો. અને રાજા ની સામે ઉપસ્થિત કર્યો. રાજા એ તેની વાત સાંભળ્યા વિના જ તેને કારાગાર માં નખાવી દીધો. જયારે બ્રાહ્મણી નો છોકરો ઘેર ના આવ્યો તો તેને ખુબજ ચિંતા થવા લાગી. આગલા દિવસે પ્રદોષ વ્રત હતું. બ્રાહ્મણી એ વ્રત કર્યું અને મનમાં જ પોતાના પુત્ર ની કુશળતા માટે પ્રાર્થના કરી.

એજ રાત્રે રાજા ને સપના માં આવ્યું કે એ બાળક નિર્દોષ છે. જો તેને નહી છોડવામાં આવે તો તમારું રાજ્ય અને વૈભવ નષ્ટ થઇ જશે. સવારે જાગતા જ રાજા એ બાળક ને બોલાવ્યો. બાળકે રાજાને હકીકત જણાવી. રાજાએ તેના માતા પિતા ને દરબાર માં બોલાવ્યા. તેને ભયભીત જોઈ રાજાએ હસીને કહ્યું તમારું બાળક નિર્દોષ છે અને નિડર છે. તમારી દરિદ્રતા ના કરને અમે તમને પાચ ગાવ દાન માં આપીએ છીએ. આવી રીતે બ્રહ્માન આનંદ થી રહેવા લાગ્યો. શિવજીની દયા થી તેની દરિદ્રતા દુર થઇ ગઈ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer