હિંદુ ધર્મ માં નવરાત્રી ના પર્વ ને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેમજ આ પર્વ માં વ્યક્તિ વ્રત અને ઉપાસના કરે છે, અને ચૈત્ર માસ ની આ નવરાત્રીમાં દેવી આરાધનાનું પણ ખુબજ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલા દરેક પરેશાનીઓ નો અંત કરવાની બધીજ શક્તિ હોય છે.
તેમજ જો કોઈ વ્યક્તિ પોતાના પુરા મન અને શ્રધ્ધાથી આ વ્રત કરે તો દેવી માં પ્રસન્ન થઈને તેના જીવનમાં દરેક સમસ્યા અને પરેશાનીઓ નો સ્વયં સમાધાન કરી દે છે. અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ને બનાવી રાખે છે.
દેવી આરાધના નું આ ખાસ પર્વ નવરાત્રી આ વખતે ૬ એપ્રિલ થી ચાલુ થઇ રહી છે. તેમજ જ્યોતિષ નું માનીએ તો આ વખતે નવરાત્રીમાં રેવતી નક્ષત્ર ની સાથે આરંભ થઇ રહ્યો છે. તેમજ ઉદય કાલ માં રેવતી નક્ષત્ર નો યોગ સાધના તેમજ સિદ્ધિ માં પાંચ ગણું વધારે લાભદાયી અને ફળદાયી થનાર હોય છે.
રેવતી નક્ષત્ર પંચક નું પાંચમું નક્ષત્ર માનવામાં આવે છે. તેમજ આ નક્ષત્રનો શુક્લ પક્ષ ની પ્રતિપદા થી એક કલાક સુધી સ્પર્શ થવો એ પણ ઉદય કાલ થી લગભગ ૪૫ મીનીટ સુધી બનેલ આ ખુબજ શુભ માનવામાં આવે છે. તેમજ તંત્ર સાધના ની દ્રષ્ટિએ પણ આ ખુબજ ઉત્તમ છે. તેમજ આ નવરાત્રી યંત્ર, તંત્ર અને મંત્ર સિદ્ધિ માટે ખુબજ વિશેષ અને લાભદાયી માનવામાં આવે છે. તેમજ આ સમયે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવતા દરેક ઉપાયો ખુબજ લાભદાયી અને કારગર માનવામાં આવે છે.