CNG ના ભાવ વધતા રીક્ષા ચાલકોનું ઉગ્ર આંદોલન, રાજ્યભરમાં 36 કલાક સુધી રીક્ષાની હડતાલ, જોજો તમે ક્યાંય ફસાઈ ન જતા…

CNGના ભાવ વધારાને લઈને રીક્ષાચાલકો પોતાનો જબરદસ્ત વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

અમદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો સાથે સાથે રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. અને અગાઉ રિક્ષાચાલકો આગામી 15મી અને 16મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન પણ કરી ચૂક્યા છે.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG માં થયેલ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરી જશે.

ગુજરાતભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી અનોખો વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે ગુજરાતના તમામ રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં ચાલતી 15 લાખ રીક્ષાના પૈડા થંભી દેવાનો રિક્ષા ચાલક સમિતિએ નિર્ણય કર્યો છે.

આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક યોજાશે. જેમાં 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો ભાવ વધારાનો વિરોધ નોંધાવશે, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની પણ માંગ કરાઇ છે.

થોડા દિવસ પહેલા જ યુનિયનોની મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં ફકત એક જૂથના બેથી ત્રણ લોકોને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરાયા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer