રાજકોટના કેસરી હિન્દ પુલ નજીક આવેલા બેઠા પુલ પરથી મુસાફર ભરેલી રિક્ષા પસાર થઇ રહી હતી. તે દરમિયાન ચાલકને જાણ ન બહાર પુલની પાળી બહાર રિક્ષાનું વ્હીલ જતું રહેવાથી નદીમાં ગરકાવ થઇ હતી.
સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રીક્ષા બહાર કાઢવામાં આવી હતી. જોકે સદનસીબે મુસાફરો અને રિક્ષાચાલકને કોઈ ઇજા થઈ નથી.
બેઠા પુલ પરથી આજી નદીના પાણીમાં આજે બપોરના સમયે મુસાફર ભરેલી રિક્ષા જઈ રહી હતી. આ સમયે અચાનક રિક્ષા નદીમાં પડી ગઈ હતી. જોકે મુસાફર અને રિક્ષા ચાલકની સમય સુચકતાના કારણે જાનહાનિ ટળી હતી.
પુલ તૂટેલો હોવાથી વાહનની અવરજવર શક્ય નથી. પરંતુ રિક્ષાચાલકને ખ્યાલ ન હોવાથી તેણે રિક્ષા ત્યાંથી કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરમિયાન રીક્ષા નદીમાં પડી ગઈ હતી.
જો કે આજુબાજુના લોકોની મદદથી રિક્ષાની જેમ તેમ બહાર કાઢી લેવાઈ હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડ પર આવી પહોંચી હતી. આનાથી રિક્ષાચાલકને અંદાજે ૪૦ હજારનું નુકશાન થયું હતું.