RTEના કાયદાનો દુરુપયોગ : 5 લાખનું IT રિટર્ન, 6 લાખની લોન, વૈભવી બંગલો છતાં ખોટી રીતે એડમિશન….

ગરીબ વિદ્યાર્થીનો હક છીનવનારા પ્રજ્ઞેશકુમાર પટેલે પોતાની દીકરીને એડમિશન ખાનગી સ્કૂલમાં અપાવ્યું હતું. RTEથી એડમિશન થઈ જાય તે માટે તેમણે આવકના દાખલામાં રૂપિયા 75 હજારની જ આવક દર્શાવી હતી.પરતું હવે પ્રજ્ઞેશ પટેલની તમે સાચી આવક જાણશો તો તમે પણ ચોંકી જશો. અલગ અલગ જગ્યાએ વેરિફેક્શન કરતા માહિતી કે પ્રજ્ઞેશ પટેલે વર્ષ 2020-21નું ઈન્કમટેક્ષ રીટર્ન 4 લાખ 50 હજાર નું ભરેલું છે.

તેમની પર બે અલગ અલગ ઓટો લોન પર ચાલે છે.જેમાં એક રૂપિયા 3 લાખની છે.જ્યારે બીજી 42 હજારની છે. એટલું જ નહીં એક લાખની પ્રર્સનલ લોન પણ ચાલુ છે. લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પણ લીધેલ છે.પ્રજ્ઞેશ પટેલ બોપલમાં શિવમ એપાર્ટમેન્ટમાં પોતાનો એક ફલેટ ધરાવે છે.

સાથે જ એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલના માલિક પણ છે.વ્યવસાયે કોન્ટ્રાક્ટરના ઘરમાં તમામ પ્રકારની અત્યાધુનિક હાઈફાઈ સુવિધાઓ છે.હવે તેમણે આવકનો દાખલો કંઈ રીતે રૂપિયા 75 હજારને આપ્યો હતો? જ્યારે વીટીવીના ઓપરેશન RTEમાં આ બધો ખુલાસો થયો તો પ્રજ્ઞેશ પટેલે ગામડે જવાનું કારણ આપી RTE અંતર્ગત એડમિશન નહીં લેવાનું નક્કી કર્યું.

આવા એક નહીં પણ અમદાવાદમાં અનેક એવા ધનિક વાલીઓ છે કે જેમણે આવી રીતે ખોટી રીતે એડમિશન લઈ લીધા છે.જાગૃતિ રૂપે ખાનગી શાળાઓએ તેમને શંકા લાગતાં અમુક તેવા વાલીઓના ડોક્યુમેન્ટનું વેરિફેકશન કરાવી રહ્યા છે.જેમાં અનેક ખોટી વિગતો સામે આવી રહી છે.

રાજુભાઈ ગુજરાતી એ પણ RTEના કાયદાનો દુરુપયોગ કરી ખોટી રીતે એડમિશન લીધું હતુ અને તમણે આવકનો દાખલો રૂપિયા 85 હજારનો રજૂ કર્યો હતો. પરંતુ જ્યારે ઉલટ તપાસ કરતાં રાજુ ગુજરાતીનું વર્ષ 2020-21નું આઈ.ટી રીટર્ન 5 લાખ 58 હજાર 663 રૂપિયા સામે આવ્યું હતું.સાથે જ 2 લાખની કાર લોન, ઉપરાંત 1.80 લાખની ગોલ્ડ લોન લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

તો રાજુ ગુજરાતીએ કન્સ્ટ્રક્શન અર્થે ઈક્યુપમેન્ટ માટે 6 લાખની લોન લીધી હોવાનું સામે આવ્યું. રાજુભાઈને ખુદ ની માલિકી નો બંગલો છે.અને ઘરમાં તમામ વૈભવી સુવિધાઓ છે.જોઈન્ટ ફેમીલીમાં રહેતા આ પરિવારે એડમિશન માટે લીવ ઈન લાઈફ એગ્રીમેન્ટ બનાવ્યું તેમજ બેંકમાં નવું ખાતું ખોલાવા જેવા કાવતરા કર્યા હતાં.

આ એગ્રીમેન્ટ ખોટી રીતે બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું. વ્યવસાયે મૂળ બ્રોકર રાજુભાઈ પાસે એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલ પણ છે. તેમણે એડમિશન માટે દર્શાવેલી આવક ખોટી છે અને ખરેખર આવકમાં ઘણો મોટો તફાવત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer