ભગવાન શિવના ક્રોધાગ્નીના વિગ્રહ રૂપ માનવામાં આવતા કાલભૈરવનું પ્રાગટ્ય પર્વ માગશર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર માનવામાં આવે છે. આ દિવસે મધ્યાહનમાં ભગવાન શિવના અંશથી કાલભૈરવની ઉત્પતિ થઇ હતી જેને શિવનો પાચમો અવતાર માનવામાં આવે છે. તેના બે રૂપ છે પહેલો બટુક ભૈરવ જે ભક્તોને અભય દેવા વાળા સૌમ્ય રૂપમાં પ્રસિદ્ધ છે.
અને બીજી બાજુ કાલભૈરવ અપરાધી પ્રવુતિઓ પર નિયંત્રણ કરવા વાળા ભયંકર દંડનાયક છે. તેની શક્તિનું નામ છે. ‘ભૈરવી ગીરીજા’ જે પોતાના ઉપાસકોની અભીષ્ટ દાયિની છે. પળમાં દુર કરે છે ભય અને સંકટ : તેમની પૂજા આરાધનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા, જાદુ-ટોના તેમજ ભૂત-પ્રેત વગેરે કોઈનો પણ ભય નથી રહેતો.
શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ”भैरवः पूर्णरूपोहि शंकरस्य परात्मनः। मूढास्तेवै न जानन्ति मोहितारूशिवमायया।” એટલે કે ભૈરવ પરમાત્મા શંકરનું જ રૂપ છે. પણ અજ્ઞાની મનુષ્ય શિવની માયાથી જ મોહિત રહે છે.
નંદીશ્વર પણ કહે છે કે જે કોઈ ભક્ત શંકરના ભૈરવ રૂપની આરાધના નિત્ય કરે છે તેના લાખો જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે તેનું સ્મરણ અને દર્શન માત્રથી જ પ્રાણી નિર્મળ થઈ જાય છે. તેના ભક્તોનું અનિષ્ટ કરવા વાળાને ત્રણે લોકમાં કોઈ સ્થાન નથી આપી શકતું કાળ પણ તેનાથી ભયભીત રહે છે. તેથી તેને કાલભૈરવ તેમજ હાથમાં ત્રિશુલ, તલવાર અને દંડ હોવાના કરણે દંડ્પાણી પણ કહેવાય છે.
ભૈરવને પ્રસન્ન કરવા માટે અડદની દાળ અથવા તેનાથી બનેલા મિષ્ટાન, દૂધ-મેવાનો ભોગ લગાવામાં આવે છે. ચમેલીનું પુષ્પ તેને અતિ પ્રિય છે. કાલિકા પુરાણ અનુસાર ભૈરવજી નું વાહન કુતરું છે તેથી વિશેષ રૂપથી આ દિવસે કાળા કુતરાને મીઠી વસ્તુ ખવડાવવી શુભ માનવામાં આવે છે.
જયારે શિવે લીધું ભૈરવ સ્વરૂપ: શિવના ભૈરવ રૂપ પ્રગટ થવાની અદભુત ઘટના છે એક વાર સુમેરુ પર્વત પર દેવતાઓએ બ્રહ્માંજીને પ્રશ્ન કર્યો કે પરમાત્મા આ ચરાચર જગતમાં અવિનાશી તત્વ કોણ છે. જેનું આદિ અંત કોઈને ખબરના હોય એવા દેવ વિશે અમને બતાવો. તેના પર બ્રહ્માંજી એ કહ્યું કે જગતમાં અવિનાશી તત્વ તો હું જ છું. કારણકે સૃષ્ટી મારા દ્વારાજ સર્જન થઇ છે.
મારા વિના તેની કલ્પના પણ નથી થઇ શકતી જયારે દેવતાઓએ આજ પ્રશ્ન વિષ્ણુજીને કર્યો તો તેને કહ્યું કે હું આ જગતનું ભરણ પોષણ કરું છું અને અવિનાશી તત્વ તો હું જ છું. તેને સત્યતાની કસોટી પર તપાસવા માટે ચારે વેદોને બોલાવ્યા. ત્યારે ભગવાન ભૈરવે કાપ્યું બ્રહ્માંનું માથું : ચારો વેદો એ એક જ સ્વરમાં કહ્યું કે જેની અંદર ચરાચર જગત, ભૂત, ભવિષ્ય, અને વર્તમાન સમાયેલું છે.
જેનું કોઈ આદિ અંત નથી જે અજન્મા છે. જે જીવન-મરણ, સુખ-દુઃખથી પર છે. દેવતા-દાનવ જેનું સમાન રૂપથી પૂજન કરે છે તે અવિનાશી તો ભગવાન રુદ્ર જ છે. વેદો દ્વારા ભગવાન શિવ વિશે આવી વાણી સાંભળી બ્રહ્માંજીના પાંચમાં મુખે તેના વીશે અપમાનજનક શબ્દો બોલ્યા જેને સાંભળી ચારો વેદો દુઃખી થઇ ગયા ત્યારે જ એક દીવ્યજ્યોતીના રૂપમાં ભગવાન રુદ્ર પ્રગટ થયા,
બ્રહ્માંએ કહ્યું કે હે રુદ્ર તું મારા જ શરીર માંથી પેદા થયા છો વધારે રડવાથી મેં જ તારું નામ રુદ્ર રાખ્યું છે. તું મારી સેવામાં આવી જા, બ્રહ્માંના આવા આચરણથી ભગવાન શિવને ભયાનક ક્રોધ આવ્યો અને તેને ભૈરવ નામના પુરુષને ઉત્પન કર્યા અને કહ્યું કે તમે બ્રહ્માં પર શાશન કરો તે દિવ્ય શક્તિ સંપન્ન ભૈરવે તેના જમણા હાથની બધાથી નાની આંગળીના નખથી બ્રહ્માંના પાંચમાં માથાને કાપી નાખ્યું.
જેના પરિણામ રૂપ તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું શિવના કહેવા પર ભૈરાવે કાશી પ્રસ્થાન કર્યું જ્યાં તેને બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી. રૂદ્રે તેને કાશીના ચોકીદાર તરીકે નિમણુક કર્યા આજે પણ તે અહી કાશીના ચોકીદારના રૂપમાં પૂજવામાં આવે છે. તેના દર્શન કર્યા વિના વિશ્વનાથના દર્શન અધૂરા છે.